Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Big blow to Trump's 'Gaza Board', this powerful country has shown its weakness, what is India's plan?

ટ્રમ્પના 'ગાઝા બોર્ડ'ને મોટો ઝટકો,  આ શક્તિશાળી દેશે બતાવ્યો ઠેંગો, ભારતનો શું છે પ્લાન?

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પના 'ગાઝા બોર્ડ'ને મોટો ઝટકો,  આ શક્તિશાળી દેશે બતાવ્યો ઠેંગો, ભારતનો શું છે પ્લાન?
સોર્સ : GSTV

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી 'ગાઝા બોર્ડ ઓફ પીસ' યોજનાને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને આ બોર્ડમાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ બોર્ડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે તે માનવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડની સ્થાયી સદસ્યતા માટે એક બિલિયન ડૉલર (આશરે 9000 કરોડ રૂપિયા)ની ફી પણ વિવાદના કેન્દ્રમાં છે.

App Store

ફ્રાન્સનો ઈનકાર અને ટ્રમ્પની ટેરિફની ધમકી

એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા. પરંતુ ફ્રાન્સના ઇનકારથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે ફ્રાન્સની વાઇન અને શેમ્પેન પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે. મેક્રોન પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે, 'કોઈ પણ તેને નથી ઇચ્છતું, કારણ કે તે ટૂંક સમયમાં ઓફિસમાંથી બહાર થવાના છે. હું તેની વાઇન અને શેમ્પેન પર 200 ટકા ટેરિફ લગાવીશ અને તે સામેલ થઈ જશે.'

શા માટે ફ્રાન્સ કરી રહ્યું છે વિરોધ?

સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે આ બોર્ડ UNSCના પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી શકે છે. જો મેક્રોન આમંત્રણ નકારી કાઢે છે, તો તેની અસર યુરોપના અન્ય ઘણાં દેશોના નેતાઓના નિર્ણય પર પણ પડી શકે છે.

ભારતનું વલણ શું છે?

ભારતે ગાઝા પર આંતરરાષ્ટ્રીય શાંતિ બોર્ડની રચના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ આમંત્રણનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી કેટલાક દિવસોમાં તેમાં જોડાવા કે ન જોડાવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ 'બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું હતું.

કયા દેશોને મળ્યું છે આમંત્રણ?

અમેરિકાએ ભારત, પાકિસ્તાન, વિયેતનામ, જોર્ડન, ગ્રીસ, તુર્કી અને ઇજિપ્ત સહિત લગભગ 60 દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. અત્યાર સુધી, હંગેરી એકમાત્ર એવો યુરોપિયન દેશ છે જેણે ટ્રમ્પનું આમંત્રણ સ્વીકાર્યું છે.