Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Attack on police post in Balochistan, 9 policemen killed

VIDEO: બલૂચિસ્તાનમાં પોલીસ પોસ્ટ પર હુમલો, 9 પોલીસકર્મીઓના મોત

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ પોસ્ટ પર મોટો હુમલો થયો છે. હુમલામાં ઓછામાં ઓછા 9 પોલીસ કર્મચારીઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ પાંચ લોકો લાપતા હોવાની પણ વિગતો સામે આવી છે. આ હિંસક ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી મોટાપાયે તપાસ અભિયાન અને ક્લીયરન્સ ઓપરેશન શરૂ કરી દીધું છે. પોલીસના જણાવ્યા મુજબ, બલૂચિસ્તાનના જિયારત જિલ્લાના માંગી ડેમ વિસ્તારમાં એક પોલીસ પોસ્ટ પર સોમવારે હુમલો થયો હતો. હુમલાની માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર મોકલી દેવાયો છે અને આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે.  હુમલા બાદ પાંચ પોલીસ કર્મચારીઓ લાપતા હોવાની નાયબ કમિશનરે માહિતી આપી છે. તેઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થિતિ વધુ ગંભીર હોવાથી વધારાનો સુરક્ષા દળનો કાફલો તહેનાત કરી દેવાયો છે. પોલીસ કર્મચારીઓને શોધવા માટે ઠેર-ઠેર શોધખોળ કરવામાં આવી રહી છે.S

App Store