VIDEO: Appleએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ iPhone Duo, 7.6 ઇંચ ડિસ્પ્લે સાથે
એપલે કેલિફોર્નિયામાં યોજાયેલી ઇવેન્ટમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન આઈફોન ડ્યુઓ અને શક્તિશાળી આઈફોન ૧૮ પ્રો સિરિઝ સત્તાવાર રીતે લોન્ચ કરી છે. પાસપોર્ટ સાઇઝમાં ફિટ થતા ડ્યુઓ ફોનમાં 5.4 ઇંચની કવર સ્ક્રીન અને ખોલવા પર 7.6 ઇંચનું વિશાળ મિની આઈપેડ જેવું ડિસ્પ્લે મળે છે. તેમાં અંડર-ડિસ્પ્લે ફેસટાઇમ કેમેરા અને A20 Pro ચિપ આપવામાં આવી છે. ભારતમાં તેની શરૂઆતી કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે.આ સાથે જ એપલે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 45 કલાક સુધીનો બેટરી બેકઅપ અને પ્રો કન્ટ્રોલ્સ સાથે iPhone 18 Pro તેમજ Pro Max પણ રજૂ કર્યા છે. અત્યાધુનિક ફીચર્સ અને પ્રીમિયમ ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવેલા આ બંને નવા પ્રો મોડલ્સ યુઝર્સ માટે ચાર આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે..જેમાં બ્લેક,સિલ્વર,ગ્લેશિયર, બરગન્ડી કલરનો સમાવેશ થાય છે...ફોટોગ્રાફીમાં ડીપફેક રોકવા માટે નવી ક્રિપ્ટોગ્રાફિક સાઇનિંગ ટેકનોલોજી ઉમેરવામાં આવી છે.જેના પ્રી-ઓર્ડર 16 ઓક્ટોબરથી શરૂ થશે અને વેચાણ 23 ઓક્ટોબરથી થશે.

