VIDEO: અમેરિકન સૈનિકો 23 વર્ષ બાદ ઈરાક છોડશે
સોર્સ : gstv
લગભગ 23 વર્ષ બાદ ઇરાકમાં અમેરિકી સૈન્યની હાજરી હવે સત્તાવાર રીતે પૂરી થવા જઈ રહી છે. ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીના કાર્યાલય દ્વારા આ અંગેની મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમામ અમેરિકી સૈનિકો ઇરાક છોડીને પરત ફરી જશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ એડમિરલ બ્રાડ કૂપર સાથેની બેઠક બાદ આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે. ઇરાકમાં અમેરિકી સૈન્યની હાજરીની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી, જ્યારે અમેરિકાએ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસેનના શાસનને હટાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું. વર્ષ 2011માં સૈનિકો પાછા બોલાવાયા હતા, પરંતુ વર્ષ 2014માં ISIS ના જોખમને કારણે સૈનિકોની ફરીથી તહેનાતી કરાઈ હતી. હવે 30 સપ્ટેમ્બરના રોજ ઇરાકમાં અમેરિકી સેનાની 23 વર્ષ લાંબી હાજરીનો ઔપચારિક અંત આવશે.

