Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : American Apache helicopter crash, two pilots killed

VIDEO: અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલટના મોત

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ નજીક ઓપરેશન દરમિયાન યુએસ આર્મીનું અત્યાધુનિક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અચાનક એક ખેતરમાં કડાકાભેર ક્રેશ થઈ ગયું છે. આ ગોઝારા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે હેલિકોપ્ટર જમીન પર પટકાતા જ ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસના અનેક ઘરોને ખાલી કરાવવાની નોબત આવી હતી. હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી બંને મૃતક પાયલટોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરનો કાટમાળ દૂર દૂર સુધી વિખેરાઈ ગયો હતો. સદનસીબે હેલિકોપ્ટર નીચે ખાબકતી વખતે કોઈ મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

App Store