33 વર્ષ પછી ન્યૂક્લિયર ટેસ્ટ કરશે અમેરિકા, જાણો કેમ લીધો આ નિર્ણય;ટ્રમ્પના આદેશથી વૈશ્વિક સ્તરે હડકંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને તરત જ પરમાણુ હથિયારોની ટેસ્ટિંગ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર લખ્યુ કે અમેરિકાને રશિયા અને ચીનની બરાબર સ્તર પર પરમાણુ પરીક્ષણ કરવાની જરૂર છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "બીજા દેશોની ટેસ્ટિંગને જોતા મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને આદેશ આપ્યો છે કે અમેરિકા પોતાનું પરીક્ષણ જલદી શરૂ કરે."મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાએ અંતિમ વખત 23 સપ્ટેમ્બર 1992માં નેવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જે બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જૉર્જ એચ.ડબલ્યૂ.બુશે જમીની પરમાણુ પરીક્ષણો પર રોક લગાવી દીધી હતી.
ટ્રમ્પના આ આદેશની ટાઇમિંગને લઇને ઉભા થયા સવાલ
ટ્રમ્પના આ આદેશની ટાઇમિંગને લઇને સવાલ ઉભા થયા છે કારણ કે તેમણે એક દિવસ પહેલા દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ રશિયાએ તાજેતરમાં પોતાના પરમાણુ પરીક્ષણની ટેસ્ટિંગ કરી છે. એવામાં ટ્રમ્પનો આ નિર્ણય વૈશ્વિક તણાવના માહોલમાં આવ્યો છે.
ટ્રમ્પે કર્યો મોટો દાવો
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયાર છે પરંતુ ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટૂ એબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN) અનુસાર, રશિયા પાસે લગભગ 5,500 પરમાણુ વોરહેડ છે, જ્યારે અમેરિકા પાસે આશરે 5,044 પરમાણુ હથિયાર છે.
રશિયાના રાષ્ટ્રપતિએ પરમાણુ હુમલાની તૈયારીના અભ્યાસનો આદેશ આપ્યો હતો
તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હુમલાની તૈયારીના અભ્યાસનો આદેશ આપ્યો હતો. રશિયન સેનાએ ઇન્ટરકોન્ટિનેન્ટનલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) યાર્સ અને સિનેવા મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, સાથે જ ટીયૂ-95 બોમ્બરે લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ પણ છોડી હતી.ટ્રમ્પે આ પરીક્ષણોનો જવાબ આપતા કહ્યું કે પુતિને મિસાઇલ પરીક્ષણો પર નહીં પણ યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ટ્રમ્પના આદેશથી વૈશ્વિક સ્તર પર હડકંપ
ટ્રમ્પના પરમાણુ પરીક્ષણના આદેશથી વૈશ્વિક સ્તર પર હડકંપ મચી ગયો છે. જાણકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક નિરસ્ત્રીકરણ પ્રયાસોને નબળો કરી શકે છે અને ન્યૂક્લિયર નૉન-પ્રોલિફરેશન ટ્રીટી (NPT)નું ઉલ્લંઘન પણ માનવામાં આવી શકે છે જેને અમેરિકાએ 1992માં સાઇન કર્યું હતુ.
IAEAએ આપી ચેતવણી
IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી)એ ચેતવણી આપી છે કે જો અમેરિકા પરીક્ષણ ફરી શરૂ કરે છે તો આ હથિયારોની નવી રેસને જન્મ આપી શકે છે. અમેરિકન સીનેટર એલિઝાબેથ વોરેને કહ્યું, "ટ્રમ્પ પરમાણુ હથિયારોને રમકડા બનાવી રહ્યા છે."
જાણકારોનું માનવું છે કે અમેરિકાનું આ પગલુ રશિયા અને ચીનના વધતા પરમાણુ પ્રભાવના જવાબમાં છે પરંતુ તેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને મોટો ઝટકો લાગી શકે છે.

