Welcome Back: 286 દિવસ પછી, સુનિતા વિલિયમ્સ હસતાં હસતાં પૃથ્વી પર પરત ફર્યા, લેન્ડિંગ ક્ષણનો જુઓ VIDEO
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ૫ જૂન, ૨૦૨૪ ના રોજ બોઇંગના નવા સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલમાં અવકાશમાં ગયા હતા અને એક અઠવાડિયા પછી પાછા ફરવાની અપેક્ષા હતી. સ્પેસ સ્ટેશનના માર્ગમાં એટલી બધી સમસ્યાઓ આવી કે નાસાએ સ્ટારલાઇનરને પૃથ્વી પર ખાલી પાછું બોલાવ્યું. જેના કારણે તેમનું ઘરે પરત ફરવાનું ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પેસએક્સ કેપ્સ્યુલમાં સમસ્યાને કારણે આમાં બીજા મહિના માટે વિલંબ થયો.
9 મહિવા બાદ પ્રથમ વખત પૃથ્વીની હવામાં શ્વાસ લીધો
સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલના સફળ સ્પ્લેશડાઉન પછી, નાસા ક્રૂ-9 અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ, નિક હેગ, બુચ વિલ્મોર અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવે આજે સવારે નવ મહિનાથી વધુ સમય બાદ પ્રથમ વખત પૃથ્વીની હવામાં શ્વાસ લીધો હતો.
અવકાશયાત્રીઓને સ્ટ્રેચર પર કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા. લાંબા ગાળાના અવકાશ મિશનમાંથી પાછા ફરતા બધા અવકાશયાત્રીઓ માટે આ સાવચેતી રાખવામાં આવે છે.
9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા
તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે, ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. આ લોકોને અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગ્યા. ચારેય અવકાશયાત્રીઓ 18 માર્ચ, મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) છોડી ગયા.

