VIDEO: ફ્રાન્સમાં ભારે વરસાદ બાદ ગ્લેશિયર લેક તૂટવાથી સર્જાઈ કેદારનાથ જેવી દુર્ઘટના

ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા આલ્પ્સના પહાડોમાં આવેલું એક હિમસરોવર ફાટતાં આ બંને દેશની ત્રણ નદીઓમાં અચાનક પૂર આવતાં મોટી તબાહી સર્જાઈ હતી. ફ્રાન્સનું લા બેરાર્ડે ગામ આ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું તો સ્વિટ્ઝરલેન્ડનું જરમેટ ગામ પણ પાણીમાં ડૂબી ગયું છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. થોડા વર્ષ અગાઉ ભારતના કેદારનાથમાં પણ અચાનક આ પ્રકારનું પૂર આવતાં મોટી તબાહી સર્જાઈ હતી.
આ સરોવર 40 કલાક પહેલાં જ બન્યું હતું. જેની દિવાલ તુટી જવાથી બેરાર્ડેમાં તારાજી સર્જાઈ હતી. બેરાર્ડેથી 135 કિમી દૂર સ્વિટ્ઝરલેન્ડમાં જરમેટ ગામમાં પણ મેટરવિસ્પા નદીમાં પણ ફલેશ પૂર આવ્યું હતું. જેના કારણે નદી બે કાંઠા તોડી ગાંડીતૂર થઈને વહેતાં ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જરમેટમાં તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

