VIDEO: પાકિસ્તાનના 'ઈસ્લામિક નાટો' માં મોટું ટ્વિસ્ટ, ઈરાન મુદ્દે સાઉદીને તૂર્કિયેનો મોટો ઝટકો!
સોર્સ : gstv
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે તાજેતરમાં જ રચાયેલા નવા સંરક્ષણ જોડાણમાં એક મોટો રાજદ્વારી વળાંક આવ્યો છે. મક્કામાં હસ્તાક્ષર કરાયેલા સંયુક્ત સંરક્ષણ કરાર બાદ તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાનના તાજેતરના નિવેદને આ જોડાણના વાસ્તવિક સ્વરૂપ પર સવાલો ઊભા કરી દીધા છે. તૂર્કિયે સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ઇરાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ નથી અને એક દેશ પર હુમલો એ ત્રણેય પર હુમલો ગણાશે નહીં. શુક્રવારે મક્કામાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ મુખ્ય બાબત એ માનવામાં આવતી હતી કે જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય તો તે ત્રણેય દેશો પરનો હુમલો ગણાશે.

