VIDEO: કોલંબિયામાં 7.4 તીવ્રતાના ભૂકંપથી 110થી વધુ લોકોનાં મોત, 1500 ઘર નુકસાન
સોર્સ : gstv
કોલંબિયામાં સોમવારે આવેલા 7.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી મોટા વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 111 લોકોનાં મોત થયા છે, જ્યારે 1,500થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. અનેક ઈમારતો ધરાશાયી થતાં હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. પરિસ્થિતિને જોતા રાષ્ટ્રપતિ અબેલારડો દિ લા એસ્પ્રીયેલાએ રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે. કોલંબિયાની ભૂવૈજ્ઞાનિક સેવા મુજબ ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે સવારે 7:34 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ આશરે 103 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ચોકો પ્રાંતના સાન જોસે ડેલ પાલમાર ગામ નજીક હતું. અહીં જાનહાનિની માહિતી નથી, પરંતુ રસ્તાઓને નુકસાન થયું છે. ભૂકંપના આંચકા વેનેઝુએલા, એક્વાડોર અને પનામા સુધી અનુભવાયા હતા.

