Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 7 explosions in 20 minutes, Houthi attack in Dubai, entire sky filled with smoke

VIDEO: 20 મિનિટમાં 7 વિસ્ફોટ, દુબઈમાં હુથીઓનો હુમલો, આખું આકાશ ધુમાડાથી ઊભરાયું

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ખાડી દેશો પર પણ પડી છે. સૌથી સુરક્ષિત ગણાતા યુએઈ અને સાઉદી અરેબિયા પણ તેનાથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં અનેક વિસ્ફોટ સંભળાયા છે.  દુબઈમાં ભયંકર વિસ્ફોદ બાદ આકાશ ધુમાડાથી ઉભરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનની સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે, 20 મિનિટના ઓછા સમયમાં 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે, હજુ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાના લીધે થયો છે કે પછી ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ હતો. યુએઈની મીડિયાએ આ વિસ્ફોટના કારણની પુષ્ટિ કરી નથી. પરંતુ ઈરાનના સમાચાર આઉટલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યમન તરફથી યુએઈ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.

App Store