VIDEO: યુરોપિયન દેશ હંગરીમાં બસ ખાડામાં પડી જતાં 12 લોકોના મોત થયા
સોર્સ : gstv
યુરોપિયન દેશ હંગેરીમાં હાઇવે પર મુસાફરી કરી રહેલી એક પેસેન્જર બસ અચાનક રસ્તા પરથી ઉતરીને ખાડામાં પલટી જવાથી ૧૨ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલેન્ડની નંબર પ્લેટવાળી આ બસ ર સવારે આશરે ૧ વાગ્યે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી આશરે ૧૪૦ કિલોમીટર પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, ડ્રાઇવર વાહન ચલાવતી વખતે ઊંઘી ગયો હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે હંગેરીના વડાપ્રધાન પીટર મેગ્યારે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે...

