Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 11,000 sailors' lives at risk: UN halts rescue operation in Hormuz after Iran drone attack

૧૧,૦૦૦ નાવિકોના જીવ જોખમમાં: ઈરાનના ડ્રોન હુમલા બાદ હોર્મુઝમાં UN એ રોક્યું રેસ્ક્યુ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
૧૧,૦૦૦ નાવિકોના જીવ જોખમમાં: ઈરાનના ડ્રોન હુમલા બાદ હોર્મુઝમાં UN એ રોક્યું રેસ્ક્યુ ઓપરેશન
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી દરિયાઈ અફરાતફરી વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN), ઓમાન અને અન્ય સભ્ય દેશોના સહયોગથી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું જે Rescue Campaign ચાલી રહ્યું હતું, તેને અચાનક રોકી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઓમાનના દરિયાકાંઠા નજીક સિંગાપોરના ફ્લેગવાળા કાર્ગો શિપ ‘એવર લવલી’ (Ever Lovely) પર થયેલા ભયાનક ડ્રોન હુમલા બાદ લેવામાં આવ્યો છે.

App Store

IMO એ કેમ અટકાવ્યું રેસ્ક્યુ ઓપરેશન?

ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) ના સેક્રેટરી જનરલ આર્સેનિયો ડોમિંગેઝે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઇવેક્યુએશન લિસ્ટ (Evacuation list) માં સામેલ તમામ જહાજો અને નાવિકોની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી ન મળે, ત્યાં સુધી આ મિશન આગળ વધશે નહીં.

જોકે, જે જહાજ પર ડ્રોન હુમલો થયો તે આ રેસ્ક્યુ મિશનનો ભાગ નહોતું, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આ ઇન્ટરનેશનલ મેરિટાઇમ રૂટ હજુ પણ સેફ નથી. આ મિશન અટકવાના કારણે અંદાજે ૧૧,૦૦૦ જેટલા નાવિકો (Sailors) ફરી એકવાર અધવચ્ચે સમંદરમાં ફસાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં હાલ ૨૦ હજારથી વધુ નાવિકો સુરક્ષિત બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે.

દરિયાઈ રસ્તા (Sea Corridor) ને લઈને શું છે વિવાદ?

હાલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે બે અલગ-અલગ દરિયાઈ કોરિડોર કાર્યરત છે, જેને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે:

૧. ઈરાનનો રૂટ: આ રસ્તો ઈરાનના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થાય છે. અહીંથી પસાર થવા માટે ઈરાનની નવી એજન્સી PGSA (Persian Gulf Strait Authority) ની મંજૂરી લેવી ફરજિયાત છે. ઈરાન ફક્ત આ જ રૂટને સત્તાવાર અને સુરક્ષિત ગણાવે છે અને જહાજોને લાર્ક આઇલેન્ડ (Larak Island) પાસેથી પસાર થવા દબાણ કરે છે.

૨. ઓમાનનો રૂટ: આ રસ્તો ઓમાનની દરિયાઈ સીમામાંથી પસાર થાય છે. સંયુક્ત રાષ્ટ્ર અને ઓમાન આ રૂટનો ઉપયોગ કરીને જહાજોને સુરક્ષિત Safe Passage આપી રહ્યા હતા. ૨૪ જૂનના રોજ જ આ માર્ગેથી ૬૦થી વધુ જહાજોને સફળતાપૂર્વક પસાર કરાયા હતા.

ઈરાનની ચેતવણી અને આડકતરો હુમલો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઓમાન તરફના આ દક્ષિણી રસ્તાને ખતરનાક ગણાવીને ફગાવી દીધો હતો. ઈરાનની એજન્સી PGSA એ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ચેતવણી આપી છે કે, જો કોઈ જહાજ તેહરાન (Tehran) દ્વારા મંજૂર કરાયેલા રૂટ સિવાય અન્ય માર્ગનો ઉપયોગ કરશે, તો તેની સુરક્ષાની કોઈ ગેરંટી રહેશે નહીં. તેવામાં આ ડ્રોન હુમલાને ઈરાન તરફથી ગ્લોબલ શિપિંગ લાઇનને અપાયેલા એક કડક મેસેજ તરીકે જોવામાં આવી રહ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર શું અસર થશે?

હોર્મુઝ સ્ટ્રેટ એ સમગ્ર વિશ્વનો સૌથી મહત્વનો Energy Corridor છે. દુનિયાનો આશરે ૨૦ ટકા ક્રૂડ ઓઈલ (Crude Oil) નો પુરવઠો અને મોટી માત્રામાં LNG-LPG ની સપ્લાય આ નાનકડા દરિયાઈ માર્ગ પર નિર્ભર છે.

ભારત, ચીન, જાપાન અને યુરોપના દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આ રૂટ પર નિર્ભર છે. જો IMO અને ઈરાન વચ્ચે વાટાઘાટો સફળ નહીં થાય અને આ તણાવ લાંબો સમય ચાલશે, તો વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની કિંમતો (Oil Prices) ફરી આસમાને પહોંચી શકે છે, જેની સીધી અસર ગ્લોબલ ઇકોનોમી અને મોંઘવારી પર પડશે.