Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Sky disaster in Doda: High alert in Jammu and Kashmir due to heavy rain, rivers overflowing, public life affected

VIDEO: ડોડામાં આકાશી આફત: ભારે વરસાદથી જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ, નદીઓ ગાંડીતૂર થતા જનજીવન અસરગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ડોડામાં આકાશી આફત સર્જાઈ છે.. ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. નદીઓમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનના ભય વચ્ચે ડીસી અને એસપીએ મોરચો સંભાળ્યો છે.

App Store

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની સપાટી ભયજનક રીતે વધી રહી છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.. ડેપ્યુટી કમિશનર રવિન્દર કુમારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરવાના આદેશ આપ્યા છે.. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને માર્ગો પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

 સુરક્ષા વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન માટે એસપી અશોક કુમારના માર્ગદર્શન હેઠળ પોલીસ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.. કુદરતી આફત સામે લડવા માટે ડોડા પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.