VIDEO: ગોવાના આકાશમાં 'જ્ઞાનનું રોકેટ'! CM સાવંતે શરૂ કર્યો 'તારે જમીન પર' પ્રોજેક્ટ, વિદ્યાર્થીઓ ઘરઆંગણે માણશે અંતરિક્ષના રહસ્યો
સોર્સ : GSTV
ગોવાના આકાશમાં જ્ઞાનનું રોકેટ ઉડ્યું છે.. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કુંભરજુઆથી તારે જમીન પર પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે.. સ્ટેમ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ હવે ઘરઆંગણે અંતરિક્ષના રહસ્યો અને વિજ્ઞાનના અદભૂત પ્રયોગો નિહાળશે
ગોવાના કુંભરજુઆ ખાતે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તારે જમીન પર મોબાઈલ ડિજિટલ પ્લેનેટોરિયમ અને સ્ટેમ શિક્ષણ આઉટરીચ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પાણીના બળતણથી ચાલતા હોમમેઇડ રોકેટનું જીવંત પ્રદર્શન કર્યું હતું.. આ પ્રયોગમાં પંપ દ્વારા બોટલમાં દબાણ પેદા કરી પાણીને નોઝલ વાટે વેગથી બહાર કાઢવામાં આવ્યું હતું, જેનાથી રોકેટ હવામાં 10 મીટર સુધી ઊંચે ગયું હતું.. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ બાળકોમાં વિજ્ઞાન અને અવકાશ સંશોધન પ્રત્યે રૂચિ કેળવવાનો છે..

