VIDEO: ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની લેહ-લદ્દાખની યાત્રા: પાલમ એરપોર્ટ પરથી સન્માનપૂર્વક રવાના, શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ!
સોર્સ : GSTV
VIDEO: દિલ્હીથી લેહ સુધીની આધ્યાત્મિક સફરનો પ્રારંભ થયો છે.. પાલમ એરપોર્ટ પરથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને સન્માનપૂર્વક લેહ મોકલવામાં આવ્યા છે.. જુઓ બૌદ્ધ શ્રદ્ધાળુઓ માટેની આ ઐતિહાસિક ક્ષણ અને પવિત્ર દર્શન અંગેનો આ વિશેષ અહેવાલ..
નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લેહ-લદ્દાખ લઈ જવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ પવિત્ર અવશેષોને અત્યંત સન્માન અને સુરક્ષા સાથે વિશેષ વિમાન દ્વારા લેહ મોકલવામાં આવ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરી શકશે. બુદ્ધના આ અવશેષોનું ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. એરપોર્ટ પરથી રવાના કરતી વખતે અધિકારીઓ અને બૌદ્ધ ધર્મગુરુઓએ પવિત્ર વિધિઓ સાથે મંત્રોચ્ચાર કર્યા હતા.

