Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Nature's havoc in Aligarh: Rain with hail ruins the entire season's hard work of farmers

VIDEO: અલીગઢમાં કુદરતનો કહેર: કરા સાથેના વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર ફેરવ્યું પાણી

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના અલીગઢમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે.. ભારે વરસાદ અને કરાના પ્રકોપથી ઘઉંનો તૈયાર પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. આ આકાશી આફતથી પાયમાલ થયેલા ખેડૂતોએ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે વળતરની આજીજી કરી છે.

App Store

ઉત્તર પ્રદેશના અલીગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા અવિરત વરસાદ અને ભારે કરાના કારણે ઘઉંના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.. સ્થાનિક ખેડૂત નીરજ પાઠક, સુરેન્દ્ર અને પ્રમોદના જણાવ્યા અનુસાર ખેતરોમાં ઉભો અને લણણી કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. કરા પડવાને કારણે ઘઉંના દાણા કાળા પડી ગયા છે અને છોડ તૂટી જવાથી અંદાજે વીસથી ત્રીસ ટકા જેટલું નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.