VIDEO: અયોધ્યામાં ભક્તિ અને ટેક્નોલૉજીનો સંગમ: સૂર્ય કુંડ પર લેઝર શો દ્વારા પ્રદર્શિત થયું ભગવાન રામનું જીવન ચરિત્ર
સોર્સ : GSTV
અયોધ્યાના સૂર્ય કુંડ ખાતે આયોજિત ભવ્ય લેઝર શોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓએ આ આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ભગવાન રામના જીવન ચરિત્રને જોઈને મંત્રમુગ્ધ થવાની સાથે ભાવુક પણ થયા હતા.
અયોધ્યામાં સૂર્ય કુંડ ખાતે આયોજિત ભવ્ય લેઝર શો એ પ્રવાસીઓ અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આધુનિક લાઈટ અને સાઉન્ડ સાથેના આ લેઝર શોમાં ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર અને અયોધ્યાના ઐતિહાસિક મહિમાને અદ્ભુત રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
લેઝર શો જોતી વખતે કેટલાક ભક્તો ભાવુક પણ થતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે સૂર્ય કુંડના પાણી પર લેઝરના રંગબેરંગી તરંગો અને ભજનોના સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ આ અનોખા દ્રશ્યને જોવા ઉમટી પડ્યા હતા.

