VIDEO: જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો અદભુત નજારો: પહાડો પર હિમવર્ષા અને મેદાનોમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. હિમવર્ષાદી પહાડી વિસ્તારોમાં ખૂબસૂરત દૃશ્યો સર્જાયા છે, પરંતુ ભારે વરસાદને પગલે શાળાઓ બંધ કરવામાં આવી છે.
જમ્મુકાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શ્રીનગર, જમ્મુ, કિશ્તવાડ, ડોડા, રાજૌરી, પૂંછ અને અનંતનાગ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે...હિમવર્ષાને કારણે આહ્લાદક દૃશ્યો સર્જ્યા છે. લીલાછમ વાદળો, ધુમ્મસ અને ઝરણાઓના પાણીનો અવાજ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે.
ગુલમર્ગ, પહેલગામ અને સોનમાર્ગમાં હિમવર્ષા સાથે વરસાદે કુદરતની અદ્ભુત તસવીરો સામે આવી છે.તો બીજી તરફ ભારે વરસાદને પગલે વહીવટી તંત્રે સલામતીને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળાકોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના અમુક વિસ્તારોમાં આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપી છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

