VIDEO: ઈરાનમાં સત્તાપલટાના સંકેત? રાષ્ટ્રપતિ પેઝેશિકિયાનનું કદ ઘટ્યું, દેશ પર IRGC ના લશ્કરી શાસનનો પડછાયો
VIDEO: ઈરાનમાં સેના અને સરકાર વચ્ચે સંઘર્ષના અહેવાલો સામે આવી રહ્યા છે. ઇરાનમાં રાષ્ટ્રપતિ મસુદ પેઝેશિકિયાનનું કદ ઘટી રહ્યું છે. ઈરાની સેના આઇઆરજીસીએ દેશનો કબજો લઇ લીધાની ચર્ચા ચાલી રહી છે. જો આ વાત સાચી સાબીત થશે તો ઇરાનની આંતરિક લડાઇનો અમેરિકાને ફાયદો મળી શકે છે
મધ્ય પૂર્વમાં ચાલતા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનની અંદર સત્તાનું સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. યુદ્ધની ભયાનકતા અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિકિયાનનું કદ નાનું થઈ રહ્યું છે. સામે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સનું વર્ચસ્વ દિવસેને દિવસે મોટું થઈ રહ્યું છે. ઇરાનના સમાચાર પત્રોના રિપોર્ટ્સ મુજબ, પેઝેશિકિયાન સરકાર હવે સંપૂર્ણ રાજકીય નિર્ણય લઇ શકતી નથી. પેઝેશિકિયાન ખુફિયા મંત્રીની નિમણૂક કરવા માંગતા હતા. આ માટે તેમણે ખાસ નામ ઇરાનના સુપ્રીમ વડા મોજતબા ખામેનેઈને મોકલ્યા હતા. IRGCએ ખુફિયા મંત્રીની નિમણુંકને રોકી દીધી હતી. આ ઉપરાંત પેઝેશિકિયાન અન્ય અધિકારીઓની નિમણુંક કરવા માંગતા હતા તે નિમણુંક કરવાની IRGCએ ના પાડી દીધી હતી. આમ ઇરાનમાં અત્યારે સેનાના અધિકારીઓનું ચાલી રહ્યું છે.
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ હાલમાં ભૂગર્ભમાં છે. રાષ્ટ્રપતિ પણ તેને મળી શકતા નથી. IRGCના નિર્ણયને જ અત્યારે સુપ્રીમ લીડરના નિર્ણય ગણવામાં આવી રહ્યા છે. બીજી તરફ, IRGCના ટોચના કમાન્ડર અહમદ વહીદીએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ જેવી સંવેદનશીલ સ્થિતિમાં મહત્વના પદો પર નિમણૂકનો અધિકાર માત્ર IRGC પાસે જ રહેશે. IRGCએ એક મિલિટરી કાઉન્સિલબનાવીને મુખ્ય નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. આ સાથે IRGCએસુપ્રીમ લીડરની આસપાસ કડક સુરક્ષા વલય ઊભું કરી દીધું છે.IRGCએયુદ્ધ વ્યૂહરચના, અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ઇરાનની આ નવી વ્યુહરચના યુદ્ધમાં ઇરાનને ફાયદો કરાવશે કે નુકશાન તે અત્યારે કહેવું વહેલું કહેવાશે.

