VIDEO: બિહારમાં 'પુત્ર' ઉદય: નીતીશના સેવકો માંગે નિશાંત, પટણામાં ભાવી મુખ્યમંત્રી તરીકે નિશાંત કુમારના લાગ્યા પોસ્ટરો!
બિહારના પટણા અને તેની આસપાસના વિસ્તારોમાં જનતા દળ યુનાઈટેડના કાર્યકરોએ પોસ્ટરો લગાવ્યા છેજેમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને બિહારના ભાવિ મુખ્યમંત્રીતરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે નીતિશના સેવકો માંગે નિશાંત. અમને બુલડોઝરની જરૂર નથી.
જેડીયુના પોસ્ટરોમાં લખ્યું છે કે નીતીશના સેવકો માંગે નિશાંત. બિહારમાંઅમને બુલડોઝરની કે રમખાણો-અશાંતિની પણ જરૂર નથી. અમને લોકનાયકની જરૂર છે. તમારા પડછાયા સ્વરૂપ અમને યુવા નેતા નિશાંત કુમારની જરૂર છે. આ પોસ્ટરોમાં અનેક પક્ષના નેતાઓના ફોટા પણ છે. નીતિશ કુમારે 10મી એપ્રિલે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે બિહાર વિધાનપરિષદના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આ પરિવર્તન બિહાર સરકારની લગામ ભાજપને સોંપવાનું સૂચવે છે.
નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ નિશાંત કુમાર નાયબ મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રી બની શકે તેવી ચર્ચા વધી છે. જોકેઆ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વડાપ્રધાન મોદીએ નીતિશ કુમારને રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને દેશના અનુભવી નેતા તરીકે વખાણ્યા હતા. આ ઘટનાક્રમ બિહારના રાજકારણમાં મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે. નીતિશ કુમારે વિધાનસભાવિધાન પરિષદલોકસભા અને હવે રાજ્યસભા દરેક ગૃહમાં સેવા આપવાની તેમની ઇચ્છા પૂરી કરી છે.

