VIDEO: મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવાની તૈયારી: જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં 6 સભ્યોની પેનલ રચાઈ, 60 દિવસમાં ડ્રાફ્ટ તૈયાર થશે!
VIDEO: મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાલાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સરકારે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રસાદ દેસાઈની આગેવાની હેઠળ છ સભ્યોની વિશેષ પેનલની રચના કરી છે.
મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાલાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. પ્રદેશની સરકારે 6 સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલને 60 દિવસની અંદર સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપવાનું કામ સોંપવામાં આવ્યું છે. જાહેરનામા અનુસારપેનલના અન્ય સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી શત્રુઘ્ન સિંહકાનૂની નિષ્ણાત અનૂપ નાયરશિક્ષણવિદ ગોપાલ શર્માસામાજિક કાર્યકર બુધપાલ સિંહ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અજય કટસેરિયાનો સમાવેશ થાય છે.
પેનલને લગ્નછૂટાછેડાભરણપોષણવારસો અને અન્ય સામાજિક રિવાજોને લગતી પ્રથાઓનો અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ અને ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલા UCC મોડલનો પણ અભ્યાસ કરશે.અધિકારીઓએ જણાવ્યું કે પેનલ અલગ અલગ સમુદાયો અને હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવશે અને મહિલાઓ તેમજ બાળકોના અધિકારોનું રક્ષણ કરતી ભલામણો તૈયાર કરશે. મધ્યપ્રદેશ સરકારનું આ પગલું રાજ્યમાં એકસમાન કાયદો અમલમાં મૂકવાની દિશામાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

