Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Owaisi's big bet in Bengal: After the controversial video, he broke with Humayun Kabir, now AIMIM will fight alone!

VIDEO: બંગાળમાં ઓવૈસીનો મોટો દાવ: વિવાદિત વીડિયો બાદ હુમાયુ કબીર સાથે છેડો ફાડ્યો, હવે AIMIM લડશે એકલા હાથે

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ હુમાયુ કબીરની AJUP સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. વિવાદિત વીડિયો પછી ગઠબંધન તુટતા મમતા બેનર્જીને મોટો ફાયદો થવાની સંભાવના છે

App Store

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે બાબરીમસ્જિદના નિર્માણની જાહેરાત કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો લાગ્યો છે.અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે.AIMIMએ સ્પષ્ટ કર્યું કે હવે તેઓ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે અને ભવિષ્યમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. આ નિર્ણય હુમાયુ કબીરના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત વીડિયો પછી લેવામાં આવ્યો છે. વીડિયોમાં કબીર ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે એક હજાર કરોડની ડિલ કરી હોવાનોઅને મમતા બેનર્જીને હરાવવા માટે કોઈ પણ હદ સુધી જવાની વાત કરતા સાંભળવા મળે છે.

તૃણમૂલ કોંગ્રેસે વીડિયો મામલે ED તપાસની માંગ કરી છે. AIMIMનું કહેવું છે કે તેઓ એવા કોઈ નિવેદનનું સમર્થન કરી શકે નહીં જેનાથી મુસ્લિમોના સન્માનને ઠેસ પહોંચે. પાર્ટીએ જણાવ્યું કે બંગાળના મુસ્લિમો દાયકાઓથી શોષિત અને ગરીબ રહ્યા છે. તેથી હવે તેઓ કોઈ ગઠબંધન વિના આ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયનો સ્વતંત્ર રાજકીય અવાજ બનવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ગઠબંધન તૂટવાથી મમતા બેનર્જીને મોટો ફાયદો થવાનું અનુમાન છે. મતદાનના ગણતરીના દિવસો પહેલા વિવાદથી મોટો રાજકિય વળાંક આવ્યો છે.