VIDEO: શું ટ્રમ્પ પર ભરોસો કરવો શક્ય છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો મોકલવા બદલ ટ્રમ્પની દેશોને ખુલ્લી પડકાર
VIDEO: થોડા સમય પહેલા જગત જમાદાર બનીને ઈરાન પર હૂમલો કરનારું અમેરિકા હવે તેલના મામલે પાણીમાં બેસી રહ્યું છે. જે અમેરિકા વર્ષોથી યુદ્ધ યુદ્ધ કરતું હતું એ અચાનક જ બુદ્ધના રસ્તે આવી ગયુ છે
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઓફિશિયલ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેલના અભાવે તરફડી રહેલા દેશોને કહી દીધુ છે કે તમારી પાસે બે વિકલ્પ છે કાં તો અમેરિકા પાસેથી ખરીદી લો, અમારી પાસે ઘણું બધું છે કાં તો હિંમત ભેગી કરીને જાતે જ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝથી લઈ આવો. હવે અમેરિકા તમારી લડાઈ નહીં લડે. જે અમેરિકા વર્ષોથી યુદ્ધ યુદ્ધ કરતું હતું એ અચાનક જ બુદ્ધના રસ્તે આવી ગયુ છે. ટ્રમ્પની પોસ્ટના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. જે દેશો અમેરિકાના ભરોસે હતા એમની આંખો ફાટી ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો કોણ કરશે? એક માથાફરેલ સરમુખ્ત્યારે વિશ્વને એક એવા સંકટમાં લાવી દીધું છે.

