VIDEO: કાશ્મીર ઘાટીમાં ઈરાનની જીતની ઉજવણી! અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર થતા 'છોટા ઈરાન'માં ફટાકડા ફૂટ્યા
ઈરાન અને અમેરિકા વચ્ચે સિઝફાયરની અસર જમ્મુ અને કાશ્માંમીરમાં પણ જોવા મળી રહી છે. કાશ્મીરના લોકોએ સીઝ ફાયરને ઈરાનની જીત ગણીને ઉજવણી કરી હતી. કાશ્મીરના શિયા મુસ્લીમોનું માનવું છે સિઝફાયર એ ઈરાનની જીત છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઇરાન વચ્ચે 40 દિવસના યુદ્ધ બાદ સીઝ ફાયર કરવામાં આવ્યું હતું. ત્રણેય દેશ બે અઠવાડિયા માટે સીઝ ફાયર કરવા માટે રાજી થઇ ગયા છે. પાકિસ્તાનમાં બન્ને દેશ વચ્ચે મંત્રણા થશે. આ સીઝ ફાયરને ઇરાનના લોકો પોતાની જીત માની રહ્યા છે. ઈરાનની સાથે ભારતમાં જમ્મુ અને કશ્મીરમાં પણ શિયા બહુમતીવાળા વિસ્તારમાં લોકોએ ઇરાનની જીતની ઉજવણી કરી હતી. કશ્મિરમાં શ્રીનગર, બંડીપોર, બારામુલ્લા, બડગામ, પુલવામા વગેરે જિલ્લામાં કશ્મિરી શિયા મુસ્લીમોએ સીઝ ફાયરને ઈરાનની જીત ગણાવી હતી.
તેઓનું કહેવું છે કે ઈરાનની પ્રજાએ ઈઝરાયલ અને અમેરિકાને ઘૂંટણિયે પાડી દીધું છે. આ ઉજવણી આખા કશ્મિરમાં જોવી મળી . અગાઉ શિયા કોમ્યુનિટીએ ઈરાનના લોકોને યુદ્ધમાં આર્થિક મદદ પણ કરી હતી. લોકોએ પૈસા, ઘરેણા ભેગા કરીને દાન કર્યું હતું. ઇરાન અને કશ્મિર વચ્ચે ધર્મ, ભાષા અને સાંસ્કૃતિના સબંધ રહ્યા છે. સદીએથી ઇરાન અને કશ્મીરના લોકોનો પરસ્પર સહયોગ રહ્યો છે. કશ્મિરના સેંકડો વિદ્યાર્થીઓ ઇરાનની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઇરાન અને કશ્મિર વચ્ચે વ્યાપારી સબંધ પણ ગાઢ રહ્યા છે. આ કારણે કશ્મીર ઘાટી વિસ્તારને છોટા ઇરાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકા અને ઇઝરાયેલે જ્યારે ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે ભારતમાં સૌથી વધારે વિરોધ કશ્મિરમાં જ થયો હતો. હવે સીઝ ફાયર થયું ત્યારે કશ્મીરના લોકોએ ઉજવણી કરી રહ્યા છે.

