Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Historic verdict of Supreme Court! ‘Criminal case cannot be filed against wife who accepts dowry’, husband’s plea dismissed

VIDEO: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! ‘દહેજ આપ્યાનો સ્વીકાર કરનાર પત્ની સામે ફોજદારી કેસ ન થઈ શકે’, પતિની અરજી ફગાવી

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કુમાર અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ અગત્યનો ચુકાદો આપતાં પતિની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે દહેજ વિરોધી કાયદાની કલમ-૩માં દહેજ આપવા અને લેવા બંનેને ગુનો ગણવામાં આવ્યો છે. પરંતુ 1982ના સુધારા પછી દહેજ આપનારને પીડિત માનવામાં આવે છે તેથી તેને ક્રિમિનલ ગુનેગાર ગણી શકાય નહિ. 

App Store

આ મામલામાં યુગલના લગ્ન વર્ષ 2007માં થયા હતા અને તેમને ત્રણ સંતાન છે. વર્ષ 2023માં પત્નીએ પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનની કલમ-498A હેઠળ ફરિયાદ કરી હતી, જેમાં તેણે દહેજ આપ્યાનો દાવો કર્યો હતો. આ નિવેદનના આધારે પતિએ પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધદહેજ આપવાની ફરિયાદ નોંધવાની માગણી કરી હતી.

મેજિસ્ટ્રેટ અને છત્તીસગઢ હાઈકોર્ટે પતિની માગણી નકારી કાઢી હતી. ત્યારબાદ પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કલમ-૭નો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું નિવેદન માત્રથી તેની સામે કાર્યવાહી કરી શકાય નહીં. તેથી પતિની અરજીને ફગાવી દેવામાં આવી છે.