VIDEO: કાળઝાળ ગરમીનો કહેર! તમિલનાડુમાં મીઠાના કામદારોની હાલત કફોડી, પાયાની સુવિધાઓ વગર રાતભર વૈતરું
VIDEO: તમિલનાડુના થુથુકુડીમાં ગરમી અને હીટવેવની સ્થિતિના કારણે મીઠાના કામદારો એટલે કે અગરિયાઓને બપોરના સમયે ગરમીથી બચવા માટે રાત્રે 1 વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી છે. શૌચાલય અને પીવાના પાણીની પાયાની સુવિધા પણ ન મળતી હોવાની કામદારોએ ફરિયાદ કરી છે
તમિલનાડુના થુથુકુડીમાં ગરમી અને હીટવેવના કારણે અગરિયાઓને ગરમીના કારણે રાત્રીના 1 કલાકથી સવારના આઠ કલાક સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જોકે તેમને મૂળભૂત સુવિધાઓ જેવી કે શૌચાલય અને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડે છે. આ વિશે વાતચીત કરતા અગરિયાઓએ જણાવ્યું કે રાત્રે 1 કલાકથી અમે સખતચ મહેનત કરીએ છીએ. શૌચાલય સહિતની પાયાની સુવિધા કે વ્યવસ્થા પણ નથી. અમને માત્ર લઘુત્તમ વેતન મળે છે. સરકારે અમારા માટે પ્રોત્સાહન ભથ્થું આપવું જોઈએ. અમારી માંગણીઓનું નિરાકરણ લાવવામાં આવે.
આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ગરમી અને હીટવેવની સ્થિતિ અંગે પત્ર લખ્યો છે. હવામાન વિભાગએ એપ્રિલથી જૂન 2026 દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીના હીટવેવની સ્થિતિની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીના દિવસો વધવાની સંભાવના છે. કેન્દ્રે રાજ્યોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ એમ્બ્યુલન્સ સેવા પ્રારંભિક ચેતવણી અને IHIP પોર્ટલ પર રીઅલ-ટાઇમ રિપોર્ટિંગની તૈયારી કરવા સૂચના આપી છે.

