Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Gap in Aam Aadmi Party? Raghav Chadha removed from the post of Deputy Leader of Rajya Sabha, know what is the real reason!

VIDEO: આમ આદમી પાર્ટીમાં ગાબડું? રાઘવ ચડ્ડાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા, જાણો શું છે અસલી કારણ!

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આમ આદમી પાર્ટીમાં બહુ સામુસુતરું નથી ચાલી રહ્યું. આપે રાજ્યસભાના સભ્ય રાઘવ ચડ્ડાને રાજ્યસબામાં ડેપ્યુટી પદેથી હટાવી દીધા છે. પાર્ટીના સુત્રોનું કહેવું છે કે રાઘવ ચડ્ડા છેલ્લા એક વર્ષથી પાર્ટી લાઇનમાં ચાલતા નથી આ કારણે તેમને હટાવાયા છે.

App Store

 આમ આદમી પાર્ટીમાં બધુ સારી રીતે ચાલી રહ્યું નથી. દિલ્લીમાં સરકારનું પતન થયા બાદ પાર્ટીમાં એક પછી એક વિવાદ વધી રહ્યા છે. પાર્ટીના યુવા નેતા અને રાજ્ય સભાના સભ્ય રાઘવ ચડ્ડા અને અરવિંદ કેજરિવાલ વચ્ચે બધુ પહેલા જેવું નથી. આમ આદમી પાર્ટીએ રાજ્ય સભાના સચિવાલયને એક પત્ર લખીને જાણ કરી છે કે હવેથી રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદની જવાબદારી સાંસદ ડોઅશોક કુમાર મીતલને સોંપવામાં આવી છે. ડો અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિના માલિક છે. રાઘવ ચડ્ડા અને આપના શિરસ્ત નેતૃત્વ વચ્ચે ઘણા સમયથી અનબન હોવાની ચર્ચા ચાલતી હતા. આપના સુત્રોનું કહેવું છે કે રાઘવ ચડ્ડા રાજયસભામાં આમ આદમી પાર્ટીના મુદ્દાને બદલે વ્યક્તિગત મુદ્દાને પ્રાયોરિટી આપતા હતા. અરવિંદ કેજરીવાલને લીકર કેસમાં ક્લીનચીટ આપવામાં આવી ત્યારે પણ રાઘવ ચડ્ડાએ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી તે અરવિંદ કેજરિવાલને પણ મળવા ન હતા ગયા.

આ વિશે આપના કોઇ નેતા વિશે ટ્વીટ પણ નહોતું. વાત માત્ર એટલેથી અટકતી નથી. પાર્ટીના કોઇ મુદ્દામાં પણ રાઘવ ચડ્ડાની ભાગીદારી ન હતી. વળી છેલ્લા કેટલાક દિવસથી રાઘવ ચડ્ડાએ પોતાને પાર્ટીથી દૂરી બનાવી દીધી હતી. અગાઉ પણ જ્યારે અરવિંદ કેજરીવાલની ઘરપકડ કરવામાં આવી હતી ત્યારેરાઘવ ચડ્ડા વિદેશમાં હતા. ત્યારે પણ ચડ્ડા સામે પ્રશ્ન થયા હતા પણ ત્યારે આંખના ઓપરેશનના કારણે ચર્ચાનો મુદ્દો બન્યો ન હતો. હવે એક બાજુ ચડ્ડા આપથી દૂરી બનાવી રહ્યા છે અને બીજી બાજુ આપે તેને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા છે ત્યારે એ નક્કી થઇ ગયું છે કે ચડ્ડા લાંબો સમય આપમાં નહીં રહે.