Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Demand to cancel Assam CM nomination: Serious allegations against Himanta Biswa Sarma of hiding 'foreign assets'!

VIDEO: આસામના સીએમનું નામાંકન રદ કરવાની માંગ: હિમંતા બિસ્વા સરમા પર ‘વિદેશી મિલકત’ છુપાવવાનો ગંભીર આરોપ!

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આસામ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય રંગ જામ્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું નામાંકન રદ કરવાની માંગ ચૂંટણી પંચ સમક્ષ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે હિમંતાએ સોંગદનામામાં વિદેશ સંપત્તિ અને પાસપોર્ટ વિશે ખુલાસો કર્યો નથી.

App Store

કોંગ્રેસ પાર્ટીએ આસામના ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં અરજી આપીને આરોપ લગાવ્યો છે કે હિમંતા બિસ્વા સરમાએ તેમના ચૂંટણી સોગંદનામામાં વિદેશી સંપત્તિ અને પાસપોર્ટનો ખુલાસો કર્યો નથી. કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલ અને બિદિશા નિઓગે મુખ્ય ચૂંટણી અધિકારીને મળીને આ માંગણી કરી છે. ભૂપેશ બઘેલે જણાવ્યું કે અત્યારે માત્ર હિમંતા બિસ્વા સરમાની ફાઈલ સામે આવી છે, જ્યારે અન્ય મંત્રીઓની વિદેશી સંપત્તિની ફાઇલ પણ સામે આવશે. તેમણે જણાવ્યું કે માત્ર 2-3 દેશોના કેસ જાહેર થયા છે અને અન્ય દેશોના કેસ પણ જલ્દી જાહેર થશે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ અલગ અલગ દેશોના પાસપોર્ટ છે.

તેમણે દાવો કર્યો કે વિદેશથી મેળવેલા દસ્તાવેજોમાંથી મોટા ખુલાસા થવાના છે.મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર વળતો પ્રહાર કરતાં તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે આ આરોપોને બનાવટી, દુર્ભાવનાપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત જણાવ્યા છે. સરમાએ કહ્યું કે તેઓ અને તેમની પત્ની પવન ખેરા વિરુદ્ધ ફોજદારી તેમજ નાગરિક માનહાનિનો દાવો દાખલ કરશે.આ વિવાદ આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન વધાર્યો છે.