VIDEO: મણિપુરમાં હિંસાની આગમાં હોમાયું જનજીવન: ચુરાચાંદપુરમાં ઈંધણ અને રસોઈ ગેસ માટે મચ્યો હાહાકાર!
મણિપુરના ચુરાચાંદપુરમાં હિંસા બાદ કર્ફ્યુને કારણે ઈંધણ અને એલપીજી ગેસની ભારે અછત સર્જાઈ છે. અશાંતિ અને સુરક્ષા કારણોસર પરિવહન સેવાઓ ખોરવાઈ જતા આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે. જેના કારણેચુરાચાંદપુરમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મણિપુરમાં બોમ્બ હુમલા બાદ ફરી હિંસા ફાટી નીકળતા ચુરાચાંદપુર જિલ્લામાં ઈંધણ અને એલપીજી ગેસની ભારે અછત સર્જાઈ છે.હિંસા બાદ કર્ફ્યુ અને સુરક્ષાના કારણે પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે પેટ્રોલડીઝલ અને રસોઈ ગેસનો પુરવઠો સમયસર પહોંચી શકતો નથી. સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ્સ બંધ થઈ ગયા છે તો ક્યાંક લાંબી કતારો જોવા મળી રહી છે.જ્યારે એલપીજી સિલિન્ડરની અછતને કારણે લોકોને રસોઈ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહારમાં સતત અવરોધ અને કર્ફ્યુના કારણે આવશ્યક વસ્તુઓની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે.
જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રશાસને ઈંધણ અને એલપીજીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.પરંતુ સુરક્ષાની સ્થિતિને કારણે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક બની રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હિંસા અને કર્ફ્યુને કારણે તેમનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર અને સુરક્ષા દળો સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

