VIDEO:ANDARNI VAAT/ઉત્તરખંડમાં નિહંગોએ ધમાલ મચાવી
ઉત્તરખંડના રુદ્રપ્રયાગમાં શિખ શ્રધ્ધાળુ નિહંગના એક જૂથ અને સ્થાનિક ગુરુદ્રારા પ્રબંઘક વચ્ચે વિવાદ થતા ભારે તનાવ ઉભો થયો હતો. નિહંગા જુથે બદ્રીનાથ હાઇ વે પર આવેલા નાગરાસુ ગુરુદ્વારામાં છત પર ચ઼ડીને એક વ્યક્તિને બંધક બનવી દીધો હતો. આ સાથે પોતાની પાસે રહેલા પંરપરાગત હથિયારોનું શક્તિ પ્રદર્શન કરીને ગુરુદ્રારા અને આસપાસના વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો. 40 કલાક સુધી નિહંગોએ ગુરુદ્રારાને માથે લીધું હતું. તેઓએ ગુરુદ્રારાના ત્રીજો માળ અને છતનો કબજો લેતા ભયનું વાતાવરણ ઉભું થયું હતું, અંતે પોલીસ અને સ્થાનિક ગુરુદ્રારા પ્રબંધક સમિતિની સમજાવટથી બંધક વ્યક્તિને છોડી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ગુરુદ્રારાના વ્યક્તિની સલામતી માટે સ્થાનિક પોલાસ દ્રારા મોટા પ્રમાણમાં સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પેરા મિલિટરી ફોર્સ આઇટીબીપીના જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્રારા નિહંગની ગતિવિધિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 40 કલાકના વિવાદ બાદ મામલો થાળે પડતા પોલીસ અને સ્થાનિક ગરુદ્રારાએ રાહતનો શ્વાસ લીધો હતો.
નિહંગ અને પ્રસાશન વચ્ચે વિવાદ 16 જૂને વિવાદ થયો હતો. પંજાબના મોહાલીથી નિહંગનું એક જૂથ ઉત્તરખંડના પવિત્ર હેમકુંડ સાહેબની યાત્રાએ ગયું હતું. યાત્રા દરમિયાન ચમોલી નજીક કર્ણપ્રયાગ ખાતે એક માર્કેટ પર સ્થાનિક વેપારીઓ અને નિહંગ વચ્ચે પાર્કિગ બાબતે માથાકુટ થઇ હતી. જેમા નિહંગોએ સ્થાનિક વેપારીઓ પર પોતાના પરંપરાગત હથિયારથી હુમલો કર્યો હતો. વેપારીની ફરિયાદના આધારે ઉત્તરાખંડ પોલીસે મોહાલીમાં જઇને ચાર નિહંગોની ધરપકડ કરી હતી. ઉત્તરખંડ પોલીસના એકશન બાદ પંજાબથી નિહંગોનું જુથ વિરોધ પ્રદર્શન કરવા માટે રુદ્રપ્રયાગ આવ્યું હતું. અહિયા બદ્રિનાથ હાઇ વે પર નાગસુર ગુરૂદ્વારા ખાતે 40-50 રૂમની માંગ કરતા ગુરુદ્રારાના પ્રસાશને અસમર્થતા દર્શાવી હતી. આ કારણે નિહંગો ગુસ્સે ભારાયા હતા અને ગુરુદ્રારામાં કામ કરનાર સ્થાનિક વ્યક્તિનું અપહરણ કરીને ત્રીજા માળે લઇ ગયા હતા. નિહંગોની માગ હતી કે પોલીસ દ્રારા વેપારી સામે કાર્યવાહી કરવામાં આવે નહીં તો બંધક વ્યક્તિને છોડશે નહીં. આ કારણે મામલો ગંભીર બન્યો હતો. જો કે 40 કલાકના ઘટનાક્રમ બાદ નિહંગોએ બંઘકને છોડી દેતા પ્રસાશને રાહતનો શ્વાસ લીધો હતો.
- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

