Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT/Hindus return to Kupwara, Kashmir after 36 years

VIDEO:ANDARNI VAAT/કાશ્મીરના કુપવાડામાં 36 વર્ષ બાદ હિંદુ પરત ફર્યા

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1990નાં દાયકામાં જમ્મુ કશ્મિરમાં ત્રાસવાદ ભયંકર ફૂલો ફાલ્યો હતો. ત્રાસવાદીઓ ઘાટી વિસ્તારમાં હિન્દુ કશ્મીરી પંડિતને નિશાન બનાવતા હતા. આ નરસંહારમાં સેંકડો કશ્મિરી પંડિતના મોત થયા હતા. નરસંહારને કારણે સેંકડો પંડિતો પોતાનું ઘર-જમીન-મકાન-ધંધો બધું છોડીને પલાયન કરી ગયા હતા. આ કશ્મિરી પરીવારના ઘર હજુ પણ ખંઢેર હાલતમાં છે. જમ્મુ-કશ્મિરમાં કલમ 370 હટ્યા બાદ સ્થિતિ થાળે પડી રહી છે. કશ્મિરી પંડિતોને પુનઃવસવાટની આશા દેખાઇ રહી છે. આવી જ એક આશા સાથે કુપવાડામાં પંડિત પરીવાર વતન છોડ્યાના 36 વર્ષ બાદ પરત ફર્યો છે. કુપવારાના લંગેટમાં રહેતો ધાર પરિવાર 36 વર્ષ બાદ પોતાના વતનમાં પરત આવ્યો છે. હિંદુ પર હુંમલાઓ થતા ચંદ્રા ધાર અને તેનો પરિવાર 1990માં કુપવાડા છોડીને જમ્મુમાં સ્થાયી થયો હતો. સ્થિતિ સુધરતા ચંદ્રા ધારના પરિવારે ફરીવાર લંગેટમાં રહેવાનું શરુ કર્યું છે. તેમણે લંગેટમાં જ એક રેસ્ટોરા શરુ કર્યું છે. આ રેસ્ટોરન્ટ તેમનો દિકરો આકાશ ધાર સંભાળે છે. ચંદ્રા ધાર અને તેના પતિ જમ્મુમાં સ્થાયી થયા બાદ સમયાંતરે પોતાના ઘરે આવતા હતા પણ અહિયા રહેવાનું સલામતીભર્યું ન હોવાથી તેઓ ત્યાંજ વસી ગયા હતા. ચંદ્રા ધાર કહે છે, કશ્મિરમાં હવે શાંતિ છે. આ કારણે અમે પરત ફર્યા છે. 36 વર્ષ પહેલા ઘર છોડતી વખતે બહુ દુખ થયું હતું. પરત ફરતા અમે બહુ ખુશ છીએ. અમે લંગેટમાં એક રેસ્ટોરા ખોલી છે. આ રસ્ટોરા મારો પુત્ર ચલાવે છે. તેઓ કહે છે અમે કશ્મિરને જ અમારી ભુમિ માની હતી.. અહિયા જ અમારું ઘર, અમારી જમીન અને સર્વસ્વ છે. ધાર પરિવાર માને છે કે કુપવાડામાં હવે સ્થિતિ સારી છે. ચંદ્રા ધાર કહે છે મુસ્લીમ પરિવારોનો ખુબ સારો સાથ છે. તેઓ અમને પોતાનો પરિવારની ગણે છે. અમારા પરિવારને કશ્મિરમાં અસુરક્ષિત લાગતું નથી. ધાર પરિવાર માને છે કે બીજા કશ્મિરી પંડિતોએ પણ પોતાના વતનમાં આવવું જોઇએ. અહિયા આવીને વિકાસ કરવો જોઇએ.

App Store

કશ્મિરમાં વાતાવરણ સુધરતા હિન્દુ પરિવાર પરત આવે તેવી સંભાવના વધી ગઇ છે. 1990માં કુપવાડામાં આઠ હજારથી વધારે કશ્મિરી પંડિત હતા. નરસંહારના કારણે 99 ટકા હિન્દુ પરિવારો પલાયન કરી ગયા હતા. તેઓ જમ્મુ, દિલ્લી, હિમાચલ અને દેશના બીજા ભાગમાં સ્થાયી થયા હતા. 2022ના આંકડા પ્રમાણે કુપવાડામાં માત્ર 20 પરિવાર જ રહેતા હતા. તે પણ કેમ્પમાં વસવાટ કરતા હતા. આમ કુપવાડા હિન્દુ વગરનું થઇ ગયું હતું. હવે ફરી વાર કશ્મિરમાં હિન્દુ વસવાટની આશા જાણી છે.

 

- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:KASHMIRI PADITJAMMU KASHMIRGSTV