Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT/British PM's resignation also cat Larry Adikham

VIDEO:ANDARNI VAAT/બ્રિટન પીએમનું રાજીનામુ પણ બિલાડી લેરી અડિખમ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બ્રિટનમાં વડાપ્રધાનની ખુરશી મ્યુઝિકલ ચેરની રમત જેવી બની ગઇ છે. દરેક એક કે બે વર્ષના અંતરે બ્રિટનના પ્રધાનમંત્રી સ્વેચ્છાએ રાજીનામુ આપી રહ્યા છે. બ્રિટનની કથળતી આર્થિક સ્થિતિ અને બ્રિક્ઝિટના કારણે આવી પડેલા પડકારોને કારણે બ્રિટનના વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ કરી શકતા નથી. વર્તમાન વડાપ્રધાન કીર સ્ટર્મર માત્ર એક વર્ષ અને અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા 10 વર્ષમાં છ પીએમએ રાજીનામા આપી દીધી છે. પણ બ્રિટન વડાપ્રધાનના સત્તાવાર નિવાસ્થાન 10 ટાઉનિંગ સ્ટ્રીટમાં એક સભ્ય એવો છે જે છેલ્લા 16 વર્ષથી અડિખમ છે. આ માણસ નહીં પણ બીલાડી છે. જેનું નામ છે લેરી. ‘લેરી ધ કેટ’ ના હુલામણા નામથી જાણીતી લેરી બીલાડી હોવા છતાં પણ સત્તાવાર રીતે તે બ્રિટન પીએમના ઘરની સત્તાવાર સભ્ય છે. લેરીને ‘ચીફ માઉસર્સ’ નો ખિતાબ આપવામાં આવ્યો છે. એટલે કે પીએમ નિવાસમાં ઉંદરનો શિકાર કરનાર સત્તાવાર વ્યક્તિ. બ્રિટનના પીએમ હાઉસમાં ઉંદરનો ત્રાસ બહુ છે. ઉંદરના ત્રાસથી છૂટકારો મેળવવા માટે 2011માં ડેવિડ કેમરોન 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લેરીને લાવ્યા હતા. ત્યારથી જ લેરી પીએમ હાઉસની સત્તાવાર સભ્ય બની ગઇ છે. બ્રેક્ઝિટ, આર્થિક ઉથલપાથલ અને કોરોના મહામારી જેવા પડકારોને કારણે ડેવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોન્સન, લિઝ ટ્રસ, ઋષિ સુનક રાજીનામુ આપી ચુક્યા છે પણ લેરી હજું ડાઉનિંગ સ્ટ્રીટમાં જ છે. બિલાડી લેરી ઘર અને ઘરની બહાર ફરતી જોવા મળે છે. લેરીનો કોઇ ડિસ્ટર્બ પણ કરતું નથી. જ્યારે બ્રિટશ પીએમના નિવાસે સત્તાવાર રીતે કોઇ દેશના વડા આવે ત્યારે પણ લેરી વચ્ચે આટા મરતી જોવા મળી છે. પીએમ આવાસના દરવાજા બહાર જ્યારે મહાનુભાવોનું ફોટો સેશન ચાલતું હોય ત્યારે પણ લેરી વચ્ચે આટા મારતી જોવા મળે છે. હવે વિદેશી મહેમાનો પણ કોઇ અજુગતું લાગતું નથી. પીએમ આવાસની બહાર પત્રકારો અને મીડિયા ના માણસો પણ લેરીના ફોટો અને વીડિયો ખેંચતા જોવા મળે છે. ઘણી વાર પત્રકારોની વચ્ચે પણ લેરી આટા મારતી જોવા મળે છે. આ લેરી બિંદાસ જોવા મળે છે. કીર સ્ટાર્મનના રાજીનામા બાદ ફરીવાર લેરી ઘ કેટની ચર્ચામાં આવી છે. હવે લેરી પોતાના સાતમાં વડાપ્રધાનને આવકારવાની તૈયારી કરી રહી છે.

App Store

----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:britainbritain pmgstv