Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Fight for life amid flood in Gariaband, 14 laborers trapped in Bagnai River flood spent whole night on trees!

VIDEO: ANDARNI VAAT / ગરિયાબંદમાં પૂર વચ્ચે જિંદગીનો જંગ, બગનાઈ નદીના પૂરમાં ફસાયેલા ૧૪ શ્રમિકોએ આખી રાત ઝાડ પર વિતાવી!

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં ચુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિજપાલ ગામ નજીક એક હૃદયકંપાવનારી રેસ્ક્યુ ઓપરેશનની ઘટના સામે આવી છે. અહીં મહાસમુંદ સરહદ પર બગનાઈ નદી પર બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ૧૪ જેટલા શ્રમિકો નદીના પટમાં શેડ બનાવીને રહેતા હતા. છેલ્લા ૨૪ કલાકથી ગરિયાબંદ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે બગનાઈ નદીમાં અચાનક પૂર આવ્યું હતું અને જળસ્તર જોખમી રીતે વધી ગયું હતું. પૂરના ધસમસતા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા આ તમામ ૧૪ શ્રમિકોએ પોતાનો જીવ બચાવવા માટે આખી રાત નદી કિનારે આવેલા એક ઝાડ પર વિતાવી પડી હતી.

App Store

 

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગરિયાબંદ પોલીસ સ્ટેશનની ટીમ અને મહાસમુંદ નગર હોમગાર્ડની ટીમે સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો હતો. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકની પ્રત્યક્ષ હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને તમામ ૧૪ શ્રમિકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ગરિયાબંદના ડીએસપી નિતેશ સિંહે જણાવ્યું કે, સમયસર રેસ્ક્યુ ઓપરેશન શરૂ થવાથી શ્રમિકોનો જીવ બચી ગયો છે. હાલમાં પણ આ જંગલો, પહાડો અને નદીઓથી ઘેરાયેલા સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ચાલુ હોવાથી નદી-નાળા ઉભરાયા છે, જેને પગલે પોલીસ અને વહીવટી તંત્રને સખત એલર્ટ પર રાખવામાં આવ્યું છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી