Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / A unique revolution of a woman farmer in Ambikapur, changed her fortune from traditional farming to flower farming!

VIDEO: ANDARNI VAAT / અંબિકાપુરમાં મહિલા ખેડૂતની અનોખી ક્રાંતિ, પરંપરાગત ખેતી છોડી ફૂલોની ખેતીથી બદલી નાખ્યું નસીબ!

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાંથી મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનો એક અદભુત કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક યુવા પ્રગતિશીલ મહિલા ખેડૂત રત્ના મજુમદારે પરંપરાગત ખેતીની રૂઢિચુસ્ત પદ્ધતિઓથી અલગ હટીને ફૂલોની ખેતી અપનાવી છે. રત્નાએ પોતાની સૂઝબૂઝ અને અથાણ શ્રમ થકી અંબિકાપુરના કૃષિ લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તેમના આ નવતર પ્રયોગમાં તેમના સાસુ શાંતિ મજુમદારે પણ ખભેખભા મિલાવીને પૂરો સાથ આપ્યો છે. આ પરિવારની મહેનત રંગ લાવતા હવે તેમના ખેતરો રંગબેરંગી ફૂલોથી મગમગી રહ્યા છે અને તેમાંથી બમ્પર કમાણી થઈ રહી છે.

App Store

 

યુવા ખેડૂત રત્ના મજુમદારની આ સફળતા આજે અંબિકાપુર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોની અસંખ્ય મહિલા ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. રત્નાને જોઈને સ્થાનિક મહિલાઓ પણ આત્મનિર્ભર બનવા માટે ફૂલોની વ્યવસાયિક ખેતી તરફ વળી રહી છે. સરગુજાના જિલ્લા કલેક્ટર અજિત બસંતે પણ રત્ના મજુમદારના આ સાહસ અને નવીન વિચારની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તંત્ર દ્વારા આ મોડેલને પ્રોત્સાહન આપી અન્ય મહિલાઓને પણ આવી નફાકારક ખેતી તરફ વાળવા માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી