Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ Prime Minister Modi Ahmedabad Jewda Tchukda country visit Seychelles

VIDEO: ANDAR NI VAAT/ પ્રધાનમંત્રી મોદી અમદાવાદ જેવડા ટચુકદા દેશ સેશેલ્સની મુલાકાતે

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જૂન થી 29 જૂન હિન્દ મહાસાગરમાં આવેલા ટાપુ દેશ સેશેલ્સની મુલાકાતે છે. ભારતથી ત્રણ હજાર 200 કીમી દૂર આવેલા આ પૂર્વ આફ્રિકન દેશ આમ તો અમદાવાદ શહેર જેટલો જ છે. તેનું ક્ષેત્રફળ માત્ર 460 ચોરસ કીમી વિસ્તાર છે. સેશેલ્સની વસ્તી અમદાવાદના બોપલ વિસ્તાર જેટલી છે. છતાં વ્યુહાત્મક રીતે સેશેલ્સનું ખાસ મહત્વ હોવાથી પીએમ નરેન્દ્ર મોદી સાવ ટચકડા અને અજાણ્યા ટાપુ દેશના પ્રવાસે છે. સેશેલ્સ 115 ટાપુઓનો બનેલો દેશ છે. એક ટાપુને બાદ કરતા મોટા ભાગના ટાપુ નિર્જન કે ખુબ ઓછી વસ્તી વાળા છે. માહે ટાપુને બાદ કરતા મોટા ભાગના ટાપુ એક કીમીથી માંડી 15 ચોરસ કીમી વિસ્તારમાં ફેલાયેલા છે. જો કે ભારત માટે સેશેલ્સનું ખાસ વ્યુહાત્મક મહત્વ છે. બ્રિટનથી આઝાદ થયા સેશેલ્સને જૂનના અંતમાં 50 વર્ષ પૂર્ણ થાય છે. પીએમ મોદીની હાજરીમાં સેશેલ્સની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી થશે. પીએમ મોદી સાથે ભારતીય સૈન્યની એક ટુકડી અને નૌસેનાના બે યુદ્ધ જહાજો પણ સેશેલ્સની ગોલ્ડન જ્યુબિલીમાં ભાગ લઇ રહ્યા છે. ભારતીય સેનાની હાજરી જ પીએમ મોદીની મુલાકાતનું મહત્વ છે. સેશેલ્સ હિન્દ મહાસાગરમાં મહત્વનો દેશે છે. અત્યારે ભારતનું દુશ્મન ચીન હિન્દ મહાસાગરમાં પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. ચીનને રોકવા માટે ભારત સેશેલ્સ સાથે સંરક્ષણ અને વ્યૂહાત્મક કરાર કરી રહ્યું છે. સેશેલ્સના અઝમ્પશન આઇલેન્ડ પર ભારત નેવલ બેઝ બનાવવાનું વિચારી રહ્યું છે. અહિયા નેવલ બેઝ બને તો ભારત એક કાંકરે ત્રણ પક્ષી મારી શકે છે. પહેલા તો હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર નજર રહે. બીજુ સેશેલ્સનો રુટ આંતરાષ્ટ્રીય જળમાર્ગ છે. સોમાલિયન ચાંચિયાનો આ દરિયાઇ રુટ પર ભારે ખોફ છે. ભારતના જહાજોને પણ સોમલિયન ચાંચિતા ટારગેટ કરે છે. આ નેવલ બેઝથી ભારત પોતાના જહાજ સાથે વિશ્વના જહાજો પર નજર રાખી શકે અને ચાંચિયા પર કન્ટ્રોલ રાખી શકે. ભારતનું કાયમી નેવલ બેઝ વ્યુહાત્મક રીતે વૈશ્વિક કક્ષાએ પણ ભારતને ફાયદો કરાવી શકે. સંરક્ષણ કરાર ઉપરાંત બ્લુ ઇકોનોમી, સાયબર સિક્યોરીટી અને ટુરિઝમ મુદ્દે પણ બન્ને દેશ વચ્ચે કરાર થશે. સેશેલ્સમાં 10 ટકા જેટલા લોકો મુળ ભારતીય છે. આમ સેશેલ્સ ભલે નાનો દેશ હોય પણ પીએમ મોદીની મુલાકાત વ્યુહાત્મક રીતે ખાસ મહત્વની છે.

App Store

 બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી