VIDEO: ANDAR NI VAAT/ હિમાચલ પ્રદેશઃ વરસાદ પહેલા કુલ્લુ-મનાલીમાં પ્રવાસીઓનું ઘોડાપુર
ગરમીના છેલ્લા દિવસોમાં હિમાચલ પ્રદેશના કુલુ-મનાલીમાં પ્રવાસીઓનો જમાવડો જામ્યો છે. પ્રવાસનની સિઝન પુરી થવાની તૈયારીમાં છે ત્ચારે કુલુ અને મનાલીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે પ્રવાસીઓ કુલીની વાદીઓમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે. રિવર રાફિટિંગ માટે કુલુ ઉતર ભારતમાં પ્રખ્યાત છે. બિયાસ નદીના પથ્થરાળ વિસ્તારમાં દૂર દુરથી આવેલા પ્રવાસીઓએ રિવર રાફટીંગની મજા લેતા જોવા મળ્યા હતા. બીયાસના કિનારે રામશિલા અને આજુબાજુના પોઈન્ટ્સ પર પ્રવાસીઓની ભીડ જામી હતી. દિલ્લીથી આવેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે રાજધાનીમાં ભારે ઠંડી છે. અહિયા બિયાસ નદીનું ઠુંડુ પાણી અને રિવર રાફ્ટીંગની મજા જ અનેરી છે. ચારે બાજુ પર્વત વચ્ચે નદીનો પ્રવાસ રોમાંચક હોય છે. કુલુમાં પ્રવાસીઓ રિવર રાફ્ટિંગ સાથે પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગની પણ મજા માણી હતી. કુલુની બાજુમાં સોલંગ વેલી અને રોહતાંગ પાસમાં પણ પ્રવાસીએનો જમાવડો જોવા મળ્યો હતો. આ સ્થળોએ પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કુલુ જિલ્લા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓફિસર રોહિત શર્માએ જણાવ્યું કે, હાલમાં કુલા અને મનાલીના આસપાસના વિસ્તારોમાં હોટલો અને રિસોર્ટ્સમાં ૮૦થી ૯૫ ટકા સુધીનું બુકિંગ જોવા મળી રહ્યું છે. અનેક હોટલો તો હાઉસફૂલ સાથે ચાલી રહી છે. આ વર્ષે ગત વર્ષની સરખાણમીએ વધારે પ્રવાસીઓ આવ્યા છે. આમ વરસાદ પહેલા દિલ્લી- હરિયાણા અને પંજાબના પ્રવાસીઓ કુલુ અને મનાલીમાં રજાની મજા માણી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

