VIDEO: નર્મદામાં 11,000 લિટર દૂધનો અભિષેક: આસ્થા કે દૂધનો વેડફાટ? સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ છેડી નવી ચર્ચા
નર્મદા નદીમાં દૂધના અભિષેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના સિહોરના પાતાલેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નદી તટના વીડિયોમાં એક ટેન્કર દ્રારા અગિયાર હજાર લિટર દૂધ નદીમાં અભિષેક કરવામાં આવી રહ્યું છે. વીડિયોની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઇ રહી છે.
નદીમાં દૂધનો અભિષેક કરાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં નર્મદા નદીના કિનારે સંતો અને સ્થાનિક શ્રધ્ધાળુ દ્રારા દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આખું ટેન્કર દૂધનું ભરેલું છે. પાઇપ દ્રારા નદીમાં દૂધ વહાવડામાં આવી રહ્યું છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ચર્ચા થઇ રહી છે કે વીડિયો ક્યાં સ્થળનો છે. વીડિયો મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં આવેલા પાતાલેશ્વર મહાદેવ મંદિરના એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાનનો છે. મંદિરના મહંત શિવાનંદ મહારાજની આગેવાનીમાં 21 દિવસના મહાયક્ષનું આયોજન થયું હતું.
યજ્ઞના છેલ્લા દિવસે મંદિર દ્રારા નર્મદા નદીમાં 11 હજાર લિટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. 11 હજાર લિટર દૂધ મોટો જત્થો કહી શકાય. એક ટેન્કર ભરીને દુધ માતા નર્મદામાં વહાવી દેવામાં આવ્યું હતું. દૂધ પાણીમાં ભળ્યું ત્યારે એક અદભુત દ્રશ્ય સર્જાયું હતું. પાણીનો પ્રવાહ દુધ જેવો સફેદ થઇ ગયો હતો. ડ્રોન વીડિયોમાં વિશાળ નર્મદાનો પટ સફેદ ચાદરથી રંગાયો હોય તેવો લાગતો હતો. આ વીડિયો ઝડપભેર સોશિયલ મીડિયોમાં વાઈરલ થઇ ગયો હતો. વીડિયો વાઈરલ થયા બાદ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા લોકોએ આ વીડિયોને સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક ગણાવ્યું હતું. સામે અનેક લોકોએ દૂધનો વેડફાટ ગણાવ્યો હતો. અનેક નેટિઝમનું કહેવું હતું કે દૂધને વહાવી દેવાને બદલે ગરીબ બાળકોને દૂધ પિવડાવી દીધું હોત તો માતા નર્મદા વધારે ખુશ યા હોત.
કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ઘટનાથી નદીમાં પ્રદૂષણનો પરવાનો મળી જશે. સિહોર મંદિરના વીડિયો બાદ કેટલાક લોકો અન્ય એક જૂનો વીડિયો વાઇરલ કરી રહ્યા છે. નેટીઝમ કહી રહ્યા છે કે સ્કૂલના નાના ભુલકાને મધ્યાહન ભોજનમાં એક બાલટી પાણીમાં દૂધની એક થેલી નાંખીને પાણીવાળું દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. દૂધ ન હોવાને કારણે એક સ્કૂલમાં પાણી સાથે દૂધ આપવામાં આવતું હતું. ત્યારે નદીમાં દૂધ વહાવી દેવું સમજણપૂર્વકની વાત નથી. આ રીતે સોશિયલ મીડિયા પર બન્ને પક્ષ પોતાની વાત મૂકી રહ્યા છે.

