Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Taking a big step towards women empowerment, free travel for women in state government buses

VIDEO : ANDARNI VAAT/ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી તદ્દન મફત, ચૂંટણી પહેલાં સરકારે ખેલ્યો ઐતિહાસિક દાવ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ સરકારે મહિલા સશક્તિકરણ તરફ એક મોટું કદમ ઉઠાવતા રાજ્યની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની ઐતિહાસિક જાહેરાત કરી છે.. આ નવી યોજના અંતર્ગત મહિલાઓ હવે SBSTC, WBTC અને NBSTC સંચાલિત તમામ સરકારી બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે, જેનાથી લાખો મહિલાઓને આર્થિક રાહત મળશે.. કોલકાતા સહિત સમગ્ર રાજ્યમાં આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.. જો કે, આ જાહેરાતના ઉત્સાહ વચ્ચે બસ ડેપો પરિસરમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.

App Store

આ સમગ્ર લોકપ્રિય જાહેરાત પાછળની અંદરની વાત એ છે કે, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે મહિલા મતદારોને આકર્ષવા માટે આ મોટો દાવ ખેલ્યો છે.. સરકારી પરિવહન નિગમો પહેલેથી જ મોટા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ મફત સફરના બોજને કારણે તિજોરી પર વધુ ભાર પડશે તેવી આંતરિક ચિંતાઓ સેવવામાં આવી રહી છે.. વળી, ડેપોમાં લાગેલી આગ પાછળ પણ સુરક્ષા અને વ્યવસ્થાપનની ગંભીર બેદરકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.