VIDEO : જો એક દિવસ રિક્ષા બંધ રહે તો ઘરમાં ચૂલો ન સળગે! આભમાંથી વરસતી આગ વચ્ચે પરસેવે રેબઝેબ થતા ગરીબ રિક્ષાચાલકો
ઝારખંડની રાજધાની રાંચીમાં આકાશમાંથી વરસતી કાળઝાળ ગરમી અને અસહ્ય હીટવેવ વચ્ચે પણ પેટનો ખાડો પૂરવા માટે રિક્ષાચાલકો આકરા તાપમાં સખત મજૂરી કરવા મજબૂર બન્યા છે.. 45 ડિગ્રીની આસપાસ પહોંચેલા તાપમાનમાં સામાન્ય લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે, ત્યારે આ ગરીબ રિક્ષાચાલકો રસ્તા પર પરસેવે રેબઝેબ થઈને પેડલ મારી રહ્યા છે.. ત્યારે રિક્ષાચાલકો જણાવી રહ્યા છે કે જો તેઓ એક દિવસ પણ કામ બંધ રાખે, તો તેમના પરિવાર સમક્ષ ભૂખમરાની નૌબત આવી શકે તેમ છે..
રાંચીમાં હીટવેવને કારણે સરકારે બપોરના સમયે લોકોને બહાર ન નીકળવાની એડવાઈઝરી જાહેર કરી છે, જેના લીધે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને રિક્ષાચાલકોની કમાણી અડધી થઈ ગઈ છે.. કમાણી ઘટવા છતાં બપોરના સમયે માલસામાનની હેરફેર માટે તેઓ જીવના જોખમે ડબલ મહેનત કરી રહ્યા છે, જેથી લૂ લાગવાના કારણે હોસ્પિટલ ભેગા થવાનો ખતરો પણ વધી ગયો છે.

