VIDEO: ANDAR NI VAAT/ ચૂંટણી પહેલા પંજાબમાં ફરી ખેડૂતો ઉતર્યા રસ્તા પર, સરકાર સામે આક્રોશ!
ખેતીમાં ડીઝલની અછત, ટેકાના ભાવની માંગ અને ખેતીના સાધનોમાં ભાવ વધારા જેવા મુદ્દે પંજાબમાં ખેડૂતો દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ખેડૂતોએ માંગ કરી હતી કે પાક લલણી અને નવા વાવેતરની તૈચારી ચાલી રહી છે પણ ખેડૂતોને ડિઝલ મળતું નથી. ખેત પેદાશના ભાવ પણ પડતર કરતા ઓછા મળે છે.
વરસાદ શરુ થાય તે પહેલાં જ પંજાબમાં મહોલ ગરમાયો છે. ગરમાહટનું કારણ રાજકિય નહીં પણ ખેડૂત આંદોલન છે. રાજ્યમાં ફરીવાર જિલ્લે જિલ્લે ખેડૂત આંદોલન શરુ થઇ ગયું છે. વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જ બાકી છે ત્યારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂત સંગઠન સંયુક્ત કિશાન મોર્ચા, કિશાન મજદૂર યુનિયન, ભારત કિશાન યુનિયન વગેરે સંગઠનો કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ સામે નારાજ છે. આ સંગઠનોએ પંજાબના ભટિંડા, લુધિયાણા, જલંધર વગેરે શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમની માગ છે ખેડૂતોને અત્યારે ડિઝલની જરુર છે. ઉનાળાની લલણી અને ચોમાસાના વાવેતરની તૈયારી ચાલી રહી છે. છતાં ખેડૂતોને ડિઝલ મળતું નથી. આ કારણે ખેતી ઠપ્પ થઇ ગઇ છે. જો ડિઝલ કારણે વાવેતર જ નહીં થાય તો વાવણી નહીં થઇ શકે અને અનાજની મોંઘવારી વઘશે. ડિઝલ ઉપરાંત ખેડૂત સંગઠનો લાંબા સમયથી કૃષિ પેદાશ માટે એમએસપીની માંગ કરી રહ્યા છે. સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે એમએસપીનો અમલ કરવાની માંગ છે. ખેડૂતો કહે છે, મોંઘવારી વધી છે. દરેક વસ્તુના ભાવ વધ્યા છે પણ ખેડૂતને તેમની પેદાશનો ભાવ મળતા નથી. જલંધરમાં ખેડૂતોએ માંગ કરી હતી કે ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ખાતરના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે. જંતુનાશક દવા અને બિયારણના ભાવ પણ વધ્યા છે. ભાવ વધતા જાય છે અને પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર મૌન બનીને બેઠી છે. ખેડૂત સંગઠનોએ દેવા માફ કરવા, વિજળી બીલમાં ઘટાડો કરવા અને સિંસાઇનું પુરતું પાણી આપવાની પણ માગ કરી હતી. પંજાબના ખેડૂતોની માંગ છે કે વારંવાર આંદોલન કરવામાં આવે છે પણ સરકારો મૌન છે. જો કોઇ નિવાડો નહીં આવે તો પંજાબની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોની એકતા દેખાડીશું. પંજાબ દેશના ખેડૂત આંદોલનનું એપી સેન્ટર છે. 2021માં પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરેના ખેડૂતો 11 મહિના સુધી દિલ્લીની બહાર સિંઘુ બોર્ડર પર આંદોલન કર્યું હતું. ઉપરાંત 2024-25માં પણ પંજાબના ખેડૂતોએ મોટું આંદોલન કર્યું હતું. ખેડૂતો પોતાની માંગ માટે વારંવાર રસ્તા પર ઉતરે છે. જો ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો ખેડૂતોનો રોષ નવા સમીકરણ ઉભા કરી શકે છે.

