Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Landslides disrupt traffic on National Highway 10 amid heavy rains in Sikkim

ANDAR NI VAAT/ સિક્કિમમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે 10 પર ટ્રાફિક ખોરવાયો

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સિક્કિમમાં અનરાધાર વરસાદે જનજીવનને ફરી એકવાર ગંભીર અસર પહોંચાડી છે. પૂર્વ સિક્કિમના સિંગતામ નજીક નેશનલ હાઈવે 10 પર થયેલા ભારે લેન્ડસ્લાઈડના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પહાડીઓ પરથી વિશાળ પ્રમાણમાં માટી, પથ્થરો અને કાટમાળ ધસી આવતા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જ્યારે અનેક મુસાફરો રસ્તામાં જ ફસાઈ ગયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માર્ગવ્યવહાર પ્રભાવિત થયો છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. આ પહેલા ઉત્તર સિક્કિમના મંગન જિલ્લાના ફિડાંગ ખાતે ફી ખોલા નદી પર આવેલો મહત્વનો બેઈલી બ્રિજ ભારે વરસાદ અને નદીના પ્રચંડ પ્રવાહના કારણે તૂટી પડ્યો હતો. બ્રિજ ધરાશાયી થતાં ફિડાંગ-સંકલંગ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને અનેક ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) અને બચાવ ટીમો દ્વારા માર્ગ પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સિંગતામ ખાતે નેશનલ હાઈવે-10 પર થયેલા નવા લેન્ડસ્લાઈડથી રાજ્યના મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરતાં ભૂસ્ખલનની વધુ ઘટનાઓ બનવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા માર્ગ પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

App Store