Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ADB cuts India's GDP growth forecast sharply in wake of US-Iran conflict

VIDEO : અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર - મોંઘવારીમાં 2.4% નો ઉછાળો આવશે, રસોડાનું બજેટ ખોરવાશે; ADBની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક એ ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે.

App Store

ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.9% થી ઘટીને 6.3% પર આવી શકે છે. અગાઉ એવો અંદાજ હતો કે, આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ 7.3% રહેશે, પરંતુ હાલમાં તેમાં 0.6% નો સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્રૂડ તેલની કિંમતો વધવાથી માત્ર વિકાસ દર જ નહીં, પણ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ ભાર વધશે. પહેલા મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ હતો, જે હવે વધીને 6.9% થઈ શકે છે. એટલે કે મોંઘવારીમાં 2.4 ટકા નો સીધો ઉછાળો આવી શકે છે. વર્ષ 2026 માટે ક્રૂડ તેલની સરેરાશ કિંમત 96 ડોલર પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે અગાઉના અંદાજ કરતા ઘણી વધારે છે.

ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ આયાત કરે છે. અલ્બર્ટ પાર્કે ચેતવણી આપી છે કે, ગેસ અને તેલ મોંઘા થવાથી ફર્ટિલાઇઝર ના ભાવ વધશે. મોંઘા ખાતરને કારણે ખેડૂતો તેનો વપરાશ ઘટાડશે, જેનાથી પાકનું ઉત્પાદન ઘટશે. આની સીધી અસર વર્ષના અંતે ખાદ્ય પદાર્થોની કિંમતોપર જોવા મળશે, જે રસોડાનું બજેટ બગાડી શકે છે. એડીબીએ આશા વ્યક્ત કરી છે કે, આ સંકટ હળવું થયા બાદ આગામી વર્ષે ભારતનો વિકાસ ફરીથી પાટા પર આવી જશે.