Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL / Lyo Bolo! First the girl fell, then the driver also jumped... see what happened next

VIDEO: VIRAL / લ્યો બોલો! પહેલાં છોકરી પડી, પછી ડ્રાઈવર પણ કૂદી ગઈ... જુઓ પછી શું થયું

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અકસ્માતો સાથે જોડાયેલા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કેટલાક અકસ્માતો અત્યંત ભયાનક હોય છે, તો કેટલાક એટલા રમુજી હોય છે કે તેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ગોલ્ફ કાર્ટ ચલાવતી વખતે કંઈક એવી ભૂલ કરી બેસે છે કે આખી કાર્ટ અકસ્માતનો ભોગ બની જાય છે.

App Store

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ગોલ્ફ કાર્ટ ચલાવીને આવી રહી છે. તે ગોલ્ફ કાર્ટમાં તેને ગણીને કુલ 4 લોકો બેઠા છે. આગળની સીટ પર ડ્રાઇવિંગ કરતી મહિલા પોતે બેઠી છે અને તેની બાજુમાં તેની બહેનપણી પણ બેઠી છે. પાછળ એક યુવક અને એક યુવતી પણ બેઠા છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં જ અચાનક કાર્ટનું બેલેન્સ બગડે છે અને કાર્ટ ચલાવતી મહિલાની બાજુમાં બેઠેલી તેની બહેનપણી કાર્ટમાંથી નીચે પડી જાય છે.

બહેનપણીને કાર્ટમાંથી પડતી જોઈને મહિલા ડ્રાઈવર ગભરાઈ જાય છે અને તેને બચાવવા માટે કંઈપણ વિચાર્યા વગર કાર્ટમાંથી નીચે કૂદી પડે છે. મહિલા કાર્ટમાંથી કૂદતાની સાથે જ ગાડી ડ્રાઈવર વગરની થઈ જાય છે અને ડ્રાઈવર વગર જ ખૂબ જ ઝડપથી ભાગવા લાગે છે. અંતે, થોડે દૂર જઈને તે કાર્ટ પણ પલટી જાય છે અને તેમાં પાછળ બેઠેલા લોકો કાર્ટમાંથી નીચે પડી જાય છે.