VIDEO: મોરબી જેતપર ગામે અદાણીની વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ વકર્યો
સોર્સ : GSTV
મોરબીના જેતપર ગામે અદાણીની વીજલાઈનના વળતર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલો ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ વકર્યો છે. અધિકારીઓ સાથેની વાતચીત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા, ખેડૂતોએ વીજલાઈનનું કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે એક્શનમાં આવી વિરોધ કરી રહેલા મહિલા અને પુરુષ ખેડૂતોને ખેતરમાંથી જ ડિટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ખેડૂતોની અટકાયત કરવામાં આવતા લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પર એક બાળકને પણ ડિટેઈન કરવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે જેને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

