મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: સુરત મનપાની સંકલન બેઠકમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગરમાવો

સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક ભારે ઉગ્ર બની હતી, જેમાં ધારાસભ્યોએ &n

સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક ભારે ઉગ્ર બની હતી,  જેમાં ધારાસભ્યોએ  પ્રિ-મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો..તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કુમાર કાનાણીએ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કુમાર કાનાણીએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે પાલિકાના જોનલ અધિકારીઓ વ્યાપક ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેમણે દાવો કર્યો હતો કે, કોમર્શિયલ બાંધકામો માટે અધિકારીઓ તોડપાણી કરે છે અને જે લોકો લાંચ નથી આપતા તેમના મકાનો તોડી પાડવામાં આવે છે. એક મકાન બાંધવા માટે ૨૫ લાખ રૂપિયાની માંગણી થતી હોવાના સનસનીખેજ આક્ષેપ પણ કર્યો હતો.. વરાછા, પુણા અને નાના વરાછા વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામો મુદ્દે ધારાસભ્યોએ તંત્રને કામગીરી ઝડપી બનાવવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માટે સખત સૂચના આપી હતી

આ સમાચાર શેર કરો