એક પણ કાંકરો ઉપાડ્યો તો ભરવો પડશે 2 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે લોકો અહીંથી લઈ જાય છે પથ્થરો

જો તમે દરિયા કિનારે ફરવા જાઓ છો, તો દરેક ત્યાંથી રેતી અને પથ્થરો ઉપાડે છે. ઘણા લોકો તેને દરિયામાં ફેંકી દે છે. તો ઘણા તેણે યાદગીરી તરીકે ઘરે લઈ જાય છે. પરંતુ એક એવો ટાપુ એવો પણ છે જ્યાંથી તમે એક પણ કાંકરો લઈ ગયા તો તમારે 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. પ્રવાસીઓ માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. જો કોઈ ભૂલથી પણ આ કરે છે તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે.
એક અહેવાલ મુજબ, કેનેરી દ્વીપમાં લેન્ઝારોટ અને ફ્યુર્ટેવેંટુરા જતા પ્રવાસીઓ માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે. હકીકતમાં, દર ઉનાળામાં અહીં હજારો પ્રવાસીઓ આવે છે, અને ઘણા દિવસો વિતાવે છે. પરંતુ જ્યારે તેઓ જાય છે, ત્યારે તેઓ યાદગીરી તરીકે અહીંથી પથ્થરો લઈ જાય છે. કેટલાક લોકો પોતાની યાદોને સજાવવા માટે આ બીચ પરથી રેતી પણ લઈ જાય છે. આ કારણે ટાપુ પર કાંકરાની અછત છે. જેની અસર ટાપુની સુંદરતા પર થઈ રહી છે. યાદગીરી એકત્ર કરવાની પ્રવાસીઓની આ આદત ટાપુઓની ઇકોસિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર કરી રહી છે. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક ટન રેતી અને પથ્થરો લઈ જાય છે લોકો
અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે પ્રવાસીઓ લેન્ઝારોટ ટાપુના દરિયાકિનારા પરથી લગભગ એક ટન સામગ્રી લઈ જાય છે. એ જ રીતે, ફ્યુર્ટેવેંટુરાના પ્રખ્યાત “પોપકોર્ન બીચ” પરથી દર મહિને પ્રવાસીઓ તેમની સાથે એક ટન રેતી લઈ જાય છે. ઘણી વખત માટી, પથ્થરો અને ખડકો જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રવાસીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પહેલીવાર આટલી કડકાઈ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જો કોઈ દરિયાકિનારા પરથી ખડકો, પથ્થરો અને માટી એકત્રિતકરી લઈ જવાનો પ્રયાસ કરશે તો તેના પર 13,478 રૂપિયાથી લઈને 2.69 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.

