VIDEO: સિંહ સાથે ફોટો પાડવો શખ્સને મોંઘો પડ્યો, હિંસક પ્રાણીએ ગળું પકડી લીધું અને...
સોશિયલ મીડિયા પર એક વિડિયો (Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ ધ્રુજી ઉઠ્યા છે. આ વિડિયો (Video) ક્લિપમાં એક માણસ પાલતુ સિંહ સાથે પોઝ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ બીજી જ ક્ષણે તે ક્રૂર શિકારી તેની ગરદન પકડી લે છે. આ વિડિયો લોકોને એક પ્રકારની ચેતવણી આપે છે કે જંગલી પ્રાણીઓ સાથે સેલ્ફી લેવાની કે તેની નજીક જવાની ઈચ્છા કેટલી ખતરનાક બની શકે છે.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં (Video) પાલતુ સિંહ સીડી પર બેઠેલો જોઈ શકાય છે. આ દરમિયાન એક વ્યક્તિ સિંહ સાથે ફોટો પડાવવાના ઇરાદાથી સીડી પર જઈને બેસે છે. પણ તે માણસને ખ્યાલ નહોતો કે બીજી જ ક્ષણે તેની સાથે કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે.
વિડિયોમાં (Video) તમે જોશો કે સિંહ આંખના પલકારામાં માણસ સુધી પહોંચી જાય છે, અને સીધો તેની ગરદન પર હુમલો કરે છે. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકો ગભરાઈ ગયા, જ્યારે ફોટો ક્લિક કરાવનાર વ્યક્તિનો આત્મા થોડા સમય માટે તેના શરીરને છોડીને ગયો હોય તેવું લાગતું હતું. સદનસીબે રખેવાળ નજીકમાં હતો અને તેણે સિંહના ચહેરા પર થપ્પડ મારીને તેનું ધ્યાન ભટકાવી દીધું.

