Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : 'I entered India', claims Pakistani influencer

VIRAL VIDEO: 'હું ભારતમાં ઘૂસી ગઈ’, પાકિસ્તાની ઈન્ફ્લુએન્સરનો દાવો; નેટિઝન્સે કરી જોરદાર ટ્રોલ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એક પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર અને બની બેઠેલી તપાસનીસ પત્રકાર સના કાદિરનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં સના દાવો કરી રહી છે કે તેણે પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં આવેલા ગાંડા સિંહ વાલા બોર્ડર (Ganda Singh Border) પરથી ખૂબ જ સરળતાથી ભારતીય સીમામાં પ્રવેશ કરી લીધો. જોકે, નેટિઝન્સ તેના દાવાની ધજ્જિયા ઉડાવતા આને સંપૂર્ણપણે ફેક ગણાવી રહ્યા છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

App Store

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સના એવી જગ્યાએ ઉભેલી જોવા મળે છે, જ્યાં વાંસ અને દોરડાઓથી એક કામચલાઉ ઘેરો બનાવેલો છે. તે દાવો કરે છે કે આ જ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ છે, અને તે કોઈપણ રોકટોક વગર સીમા ઓળંગીને ભારતીય વિસ્તારમાં પહોંચી ગઈ. વીડિયોમાં તે એક કન્સ્ટ્રક્શન સાઇટ તરફ ઈશારો કરતા કહે છે કે, પાકિસ્તાનનો વિકાસ ભારત કરતા ઘણો આગળ છે, કારણ કે ભારત તરફ હજુ પણ કામ ચાલી રહ્યું છે.

જેવો આ વીડિયો વાયરલ થયો, ભારત અને પાકિસ્તાન બંને તરફના યુઝર્સે સનાની આકરી ટીકા કરી. લોકોએ લોકેશનનું સત્ય ઉજાગર કરતા કહ્યું કે વીડિયોમાં સનાની પાછળ બોર્ડર ગેટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેનાથી સાબિત થાય છે કે તે હજુ પણ પાકિસ્તાની ક્ષેત્રની અંદર જ હતી.

જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઝીરો લાઇન પર BSF અને પાક રેન્જર્સની કડક ચોકી હોય છે. ત્યાં વાંસના દોરડાથી સીમા નક્કી થતી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે વીડિયોમાં સના જે કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરી રહી છે, તે વાસ્તવમાં સાચી સરહદથી સેંકડો મીટર દૂર પાકિસ્તાનનો જ વિસ્તાર છે.

સનાના આ વીડિયો પર અત્યાર સુધી હજારો લાઈક્સ આવી ચુકી છે, પરંતુ કમેન્ટ સેક્શનમાં લોકો તેને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તમારી જાતને તપાસનીસ પત્રકાર કહો છો, અને આંતરરાષ્ટ્રીય સરહદો તથા ઝીરો લાઇનની જરાય સમજ નથી." બીજા યુઝરે આને સસ્તો પ્રોપેગેન્ડા ગણાવતા કહ્યું કે આ માત્ર ફોલોઅર્સ મેળવવાનો એક રસ્તો છે.