VIDEO / કપલને -22 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પ્રી-વેડિંગ શૂટ કરાવવું પડ્યું ભારે! યુવતીની જે હાલત થઈ એ જોઈને તમે પણ…

આજકાલ લગ્નમાં કંઈ થાય કે ન થાય, પ્રી-વેડિંગ શૂટ વગર કોઈ કામ થતું નથી. હાલમાં જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આર્યા વોરાએ પ્રી-વેડિંગ શૂટનો વીડિયો શેર કર્યો છે. પ્રી-વેડિંગ શૂટ હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીમાં કરવામાં આવ્યું હતું. વીડિયોમાં ઇન્ફ્લુએન્સરે જણાવ્યું કે આ શૂટ તેના માટે કેટલું મુશ્કેલ હતું. તેણે જણાવ્યું કે તે માઈનસ 22 ડિગ્રી તાપમાનમાં તેના શૂટિંગ માટે આવી હતી.
યુવતી -22 ડિગ્રી તાપમાનમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવી હતી
આર્યા વોરાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે બ્લેક સ્લીવલેસ ગાઉન પહેરીને માઈનસ 22 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં ફોટો અને વીડિયો શૂટ કરાવી રહી છે. આટલી ઠંડીમાં પણ તેણે ગરમ વસ્ત્રો પહેર્યા નથી. જેના કારણે તેની તબિયત ખૂબ જ બગડી હતી. વીડિયોમાં તે ધાબળામાં લપેટાયેલી જોવા મળી રહી છે અને તેને ઓક્સિજન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે આ શૂટ પછી તેને હાઈપોથર્મિયા થયો હતો.
યુવતીએ પોતાની સ્થિતિ જણાવી
વીડિયો શેર કરતી વખતે, આર્યા વોરાએ કેપ્શનમાં લખ્યું – “શું તમે આ કરવાની હિંમત કરશો? મને હાઇપોથર્મિયા થયો. એવું લાગતું હતું કે કોઈ મારા હાથ પર સતત એસિડ રેડી રહ્યું હતું. હું તે સહન કરી શકતી ન હતી. મને ખૂબ આનંદ થયો કે અમારા અન્ય મિત્રોએ મારી સાથે ઠંડીસહન કરી.”
લોકોએ ઇન્ફ્લુએન્સરને ટ્રોલ કરી
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. અત્યાર સુધી 20 કરોડ લોકોએ તેને જોયો છે અને લાખો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે આર્યા વોરાને કમેન્ટ કરીને ટ્રોલ કરી છે. ઘણા લોકોએ કહ્યું કે આટલી ઠંડીમાં ઓછા કપડાં પહેરીને ફોટોશૂટ કરાવવું એ મરવા જેવું છે. આવી મૂર્ખામી પર શું કહી શકાય? કેટલાકે કહ્યું કે ભલે જીવ જાય, પણ ફોટોશૂટ ખૂબ જ જરૂરી છે. શું ફોટો શૂટ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો જરૂરી હતો? લોકો માત્ર સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે આવા કામો કરે છે.

